ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા ખાતે પ્રદેશના વિવિધ મોરચા અને વિભાગના પ્રદેશના પદાધિકારીઓની બેઠક યોજાઇ

ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા ભાજપા પ્રદેશ પ્રભારી શ્રી તરુણ ચુગજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશના વિવિધ મોરચાના પ્રમુખ, પ્રભારી તથા મહામંત્રી તેમજ પ્રદેશ મીડિયા, સોશીયલ મીડિયા તથા આઇ.ટી. વિભાગના પ્રદેશ પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં પ્રદેશ સહ પ્રભારી શ્રી અજય મહાવરજી, સહ પ્રભારી શ્રીમતી ગોમતી સાઈજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ સહ સંગઠન મહામંત્રી શ્રી અરુણ બિન્નાડીજી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રદેશ પ્રભારી શ્રી તરુણ ચુગજી, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ વિવિધ મોરચા અને વિભાગના પદાધિકારીઓ સાથે સંગઠનાત્મક કામગીરી અંગે વિસ્તૃત પરામર્શ કરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠક દરમિયાન વિવિધ મોરચા અને વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી, સંગઠનાત્મક વ્યવસ્થાપન, કાર્યકર્તાઓ સાથેનો સતત સંવાદ, જવાબદારીઓનું સુનિયોજિત સંકલન તથા આગામી કાર્યક્રમોના આયોજન અને અમલીકરણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત બેઠકમાં વિવિધ મોરચા અને વિભાગના માધ્યમથી કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારની જનકલ્યાણકારી યોજનાઓ તથા વિકાસકાર્યોની માહિતી લોકો સુધી પહોંચાડવા, કાર્યકર્તાઓના સક્રિય સહયોગથી જનસંપર્કને વધુ વ્યાપક અને પરિણામલક્ષી બનાવવા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *