ભારતીય જનતા પાર્ટી સિદ્ધપુર તાલુકા દ્વારા કુંવારા ગામના રામજી મંદિર ખાતે શેરી નાટકનું આયોજન; કલાકારોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સેવા, સમર્પણ અને સુશાસનની યાત્રાને અસરકારક રીતે રજૂ કરી

ભારતીય જનતા પાર્ટી સિદ્ધપુર તાલુકા દ્વારા “નમો સેવા ગાથા” અંતર્ગત કુંવારા ગામે રામજી મંદિર ખાતે શેરી નાટકનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં કલાકારો દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સેવા, સમર્પણ અને સુશાસનની યાત્રાને ખૂબ જ અસરકારક અને ભાવપૂર્ણ રીતે રજૂ કરવામાં આવી હતી. ઉપસ્થિત રહી કલાકારોની સુંદર રજૂઆત નિહાળી તેમજ તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા.વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ થયેલી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારના વડા તરીકેની યાત્રાએ હવે 25 વર્ષ પૂર્ણ કરવાની ઐતિહાસિક ક્ષણ તરફ આગેકૂચ કરી છે.

જનસેવાને સર્વોચ્ચ કર્તવ્ય માનીને તેમણે લોકોના જીવનમાં સુધારો અને ‘વિકસિત ભારત’ના સામૂહિક સ્વપ્નને સાકાર કરવા વધુ પરિશ્રમ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.“પદ નહીં, સેવા; સત્તા નહીં, જવાબદારી” — જનકલ્યાણને કેન્દ્રમાં રાખતી આ ભાવનાને “નમો સેવા ગાથા”ના માધ્યમથી જનજન સુધી પહોંચાડવાનો આ કાર્યક્રમ એક સુંદર પ્રયાસ બની રહ્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત સૌ આગેવાનો, કાર્યકર્તાઓ, કલાકારો તેમજ ગામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં શ્રી મુકેશભાઈ ચૌધરી, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી ડાયાભાઈ દેસાઈ, શ્રી મહેશભાઈ દેસાઈ, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી અશોકભાઈ પટેલ, શ્રી જશુભાઈ પટેલ, શ્રી શૈલેષભાઈ પટેલ, શ્રી બાબુભાઈ, શ્રી શંકર કાકા, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, માતાઓ અને બહેનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.