પાટણની પાવન ધરતી પર ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુઘજીનું આગમન, સિદ્ધપુર ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે કર્યું ઉષ્માભર્યું સ્વાગત

ભાજપ રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુઘજીનું પાટણમાં ભવ્ય સ્વાગત, ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત સાથે સંગઠન મજબૂતી અંગે સંવાદ

પાટણ ખાતે તરુણ ચુઘજીનું આત્મીય અભિવાદન, સંગઠન અને જનસેવાને વધુ વેગ આપવા પ્રેરક માર્ગદર્શન

 

પાટણ – પાટણની પાવન ધરતી પર પધારેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તથા ગુજરાત પ્રદેશના પ્રભારી શ્રી તરુણ ચુઘજીનું પાટણ ખાતે સિદ્ધપુર ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂતે ઉષ્માભર્યું સ્વાગત કરી તેમનું આત્મીય અભિવાદન કર્યું હતું.આ અવસરે ધારાસભ્યશ્રીએ તેમના અમૂલ્ય માર્ગદર્શનનો લાભ મેળવ્યો હતો. સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા જનસેવાના કાર્યોને વધુ વેગ આપવા અંગે પ્રેરણાદાયી સંવાદ કરવામાં આવ્યો હતો.શ્રી તરુણ ચુઘજીનું માર્ગદર્શન અને સંગઠન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સૌ કાર્યકર્તાઓ માટે હંમેશાં પ્રેરણારૂપ રહી છે. તેમના નેતૃત્વમાં ભાજપ સંગઠન વધુ મજબૂત બની લોકસેવાના કાર્યોમાં નવી ઊર્જા સાથે આગળ વધશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *