પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ભાજપા સરકારની વિવિધ યોજનાઓના લઘુમતી સમાજના લાભાર્થીઓ દ્વારા આશીર્વાદ અને શુભેચ્છા પાઠવતા અંદાજે 76 હજાર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા – શ્રી નાહિનભાઇ કાઝી

ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા, ગાંધીનગર ખાતે મીડિયા સમક્ષ માહિતી આપતા ભાજપા લઘુમતી મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી નાહિનભાઈ કાઝીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા અને સુશાસનના 25 વર્ષ 7 ઓક્ટોબરના રોજ પૂર્ણ થવા જઈ રહ્યા છે.આ ઐતિહાસિક અવસરને અનુલક્ષીને લઘુમતી મોરચા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લઘુમતી સમાજના લાભાર્થીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

શ્રી નાહિનભાઈ કાઝીએ કહ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને તાજેતરમાં જ 76 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે તથા આશીર્વાદ અને શુભેચ્છા પાઠવતા 76 હજાર પોસ્ટકાર્ડ ભાજપા સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ દ્વારા લખવામાં આવ્યા છે. આ પોસ્ટકાર્ડના માધ્યમથી લઘુમતી સમાજના નાગરિકો દ્વારા ગુજરાતના પનોતા પુત્ર, ગુજરાત રાજ્યના લોકપ્રિય તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને પોતાના સ્નેહ, વિશ્વાસ અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા છે.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ના નિર્માણનો સંકલ્પ દેશ સમક્ષ મૂક્યો છે. આ સંકલ્પને સાકાર કરવા માટે દેશના સૌ નાગરિકો સાથે મળીને અને ખભેખભો મિલાવીને રાષ્ટ્રનિર્માણના કાર્યમાં સહભાગી બની રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, ભારત આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં પ્રત્યેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યો છે સર્વે સમાજને ધ્યાને રાખી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે તેનો લાભ લઘુમતી સમાજને પણ મળ્યો છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *