ઉત્તર ગુજરાતની પાવન ધરતી વડનગરમાં પશ્ચિમ બંગાળના નેતા સુવેન્દુ અધિકારીજીનું આગમન, મંત્રી ઋષિકેશ પટેલ અને ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે કર્યું સ્વાગત

ઉત્તર ગુજરાતની પાવન, ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરતી વડનગર ખાતે પશ્ચિમ બંગાળના બાહોશ નેતા અને માનનીય શ્રી સુવેન્દુ અધિકારીજીનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું.આ પ્રસંગે ગુજરાત સરકારના  મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ સિદ્ધપુરના ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.વડનગરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરતીને નમન કરીને પધારેલા સુવેન્દુ અધિકારીજીનું આગમન આપણા સૌ માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે. આદરણીય સુવેન્દુ અધિકારીજી સાથેની મુલાકાત દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ, રાષ્ટ્રીય અને સંગઠનાત્મક વિષયો પર સ્નેહભર્યો સંવાદ પણ થયો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *