સુરત જિલ્લા ભાજપા દ્વારા કડોદરા – ચલથાણ ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું.

બારડોલી

સુરત જિલ્લા ભાજપા દ્વારા બારડોલી ના સંસદશ્રી પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં પલસાણા તાલુકાના કડોદરા – ચલથાણ ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.જેમાં આજે કૃષ્ણા નગર, કડોદરા કેનાલ રોડ ખાતે સ્વચ્છતા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સાંસદ શ્રી પરભુભાઈ વસાવા સાહેબ, સુરત જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડજી, જીલ્લા મહામંત્રી રોહિતભાઈ પટેલ અંકુરભાઈ દેસાઈ કડોદરા–ચલથાણ નગર પાલિકા પ્રમુખ રામ ભાઈ ચોસલા, ચીફ ઓફિસર પ્રણવભાઈ ચૌધરી, તેમજ પાલિકાના સભ્યો, નગર ભાજપા ના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભાજપના કાર્યકર્તા ભાઈઓ-બહેનોએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *