

અંબામાતાની આરાધના અને શક્તિ ઉપાસનાના પર્વ નવરાત્રીના અવસરે પંખુરી કીડ્સ સ્કૂલમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. બાળકોમાં ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ કેળવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભૂલકાઓ રંગબેરંગી પરંપરાગત વસ્ત્રો પહેરીને તાલબદ્ધ ગરબા રમ્યા હતા. સાથે જ બાળકોએ ભાવપૂર્વક અંબેમાની આરતીમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.