સ્પેક ફાર્મસી ખાતે ‘ફાર્માકોવિજિલન્સ વીક’ની ઉજવણી

તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ (સ્પેક) સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ ફાર્મસી, બાકરોલના ફાર્મ.ડી. વિભાગ દ્વારા ફાર્માકોવિજિલન્સ વીક 2026 ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં દવાઓના સલામત અને તર્કસંગત ઉપયોગ અંગે જાગૃતિ કેળવવા, પ્રતિકૂળ દવા પ્રતિક્રિયાઓ (ADRs)ની ઓળખ અને નોંધણી અંગે સમજ વિકસાવવા તથા દર્દીની સલામતી અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળમાં ફાર્માકોવિજિલન્સના મહત્વ અંગે માહિતગાર કરવાનો હતો. આ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ. નેહલ શાહ, આઇ.ક્યુ.એ.સી. કો–ઓર્ડીનેટર ડૉ. રાહિલ ભુરા, તથા તમામ અધ્યાપકગણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન  ફાર્માકોવિજિલન્સ દ્વારા દવાઓના તર્કસંગત ઉપયોગને પ્રોત્સાહન – વધુ સુરક્ષિત આરોગ્યસંભાળ તરફ એક પગલું  વિષયવસ્તુને કેન્દ્રમાં રાખીને કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ફાર્મ.ડી. તેમજ એમ.ફાર્મ. (ફાર્માકોલોજી)ના વિદ્યાર્થીઓ માટે જાગૃતિ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનાં સફળ આયોજન બદલ સંસ્થાના સેક્રેટરીશ્રી શીતલ પટેલ તેમજ તમામ ટ્રસ્ટીશ્રીઓ અને સ્પેક મેનેજમેન્ટ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *