સ્પેક એન્જિનિયરિંગ, બાકરોલ દ્વારા આઈબીએમ સ્કિલ્સબિલ્ડ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું સફળ કરવામાં આવ્યું.


તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ (સ્પેક), બાકરોલ સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાં આઈબીએમ સ્કિલ્સબિલ્ડ તથા એડ્યુનેટ ફાઉન્ડેશનના સહયોગથી CE, CSE, IT અને ECના દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અદ્યતન ટેક્નોલોજીનું વ્યવહારિક જ્ઞાન આપી, તેમની ટેકનિકલ, સમસ્યા નિવારણ અને રોજગારલક્ષી કૌશલ્યોનો વિકાસ કરવાનો હતો. કાર્યક્રમનું આયોજન કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. નાનક પમનાણી, વાઇસ પ્રિન્સિપાલ અને આઇ.ક્યુ.એ.સી. કૉ-ઓર્ડિનેટર ડૉ. ઋત્વિજ જોશી અને સંકલન પૂજા રાઠોડ (H.O.D CSE Department)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ, લાર્જ લેંગ્વેજ મોડેલ્સ (LLMs), ડેટા એનાલિટિક્સ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવી અદ્યતન ટેક્નોલોજીનું વ્યવહારિક જ્ઞાન આપવામાં આવ્યું હતું. પ્રાયોગિક તાલીમ અને પ્રોજેક્ટ આધારિત શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓએ ટેકનિકલ તથા સમસ્યા નિવારણ કૌશલ્યો શીખ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડૉ. હિરેન મોઢા (એડ્યુનેટ ફાઉન્ડેશનના માસ્ટર ટ્રેનર) દ્વારા કરવામાં આવ્યું હતું. નિષ્ણાત દ્વારા વિદ્યાર્થીઓને નવીન ટેક્નોલોજી, ઉદ્યોગની વર્તમાન જરૂરિયાતો તથા કારકિર્દીની નવી તકો અંગે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 150 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આધુનિક ટેક્નોલોજી તથા ઉદ્યોગલક્ષી કૌશલ્યો અંગે મૂલ્યવાન જ્ઞાન પ્રાપ્ત કર્યું.
આ કાર્યક્રમનાં સફળ આયોજન બદલ સંસ્થાના સેક્રેટરીશ્રી શીતલ પટેલ તેમજ તમામ ટ્રસ્ટીશ્રીઓ તથા સ્પેક મેનેજમેન્ટ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *