સુરત મહાનગર ભાજપા મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું

સુરત મહાનગર ભાજપા મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.કોંગ્રેસ કાર્યાલય બહાર સુરત મહાનગર ભાજપ મહિલા મોરચા દ્વારા ભારે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.

જે.એન.યુ. (JNU) ના પ્રોફેસર અને કોંગ્રેસના સાંસદ એંગોમચા બિમોલ આકોઈજામ સામે જાતીય સતામણીના લાગેલા ગંભીર આક્ષેપો અને કોંગ્રેસ દ્વારા તેમને કથિત સમર્થન આપવામાં આવતું હોવાના વિરોધમાં આ પ્રદર્શન યોજાયું હતું.
સુરતમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ કાર્યાલય પાસે પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

સુરત મહાનગર ભાજપા મહિલા મોરચા અધ્યક્ષ જાગૃતીબેન દેસાઈ ની અધ્યક્ષતામાં યોજાયેલા ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલય બહાર એકત્રિત થયા હતા. મહિલા મોરચાના કાર્યકરો એ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ વિરોધમાં જોરદાર સૂત્રોચાર કર્યા હતા. ભાજપ મહિલા મોરચાના આંદોલન અને ઘેરાવના એલાનને પગલે અને કોઈપણ અનિચ્છની ઘટના ન બને તે માટે પહેલેથી પોલીસ તંત્ર સતર્ક થઈ ગયું હતું આ ધરણા પ્રદર્શનમાં

સુરત મહાનગર ભાજપા મહિલા મોરચા અધ્યક્ષ ડૉ .જાગૃતિબેન દેસાઈ, મહામંત્રી હિરલબેન ગોસ્વામી , મહામંત્રી હેતલબેન સોલંકી પ્રદેશ કારોબારી સભ્ય હેમલતાબેન રાણા પ્રદેશ કારોબારી સભ્ય રીતુબેન રાઠી અને મહિલા કોર્પોરેટરો શ્રીઓ શહેર મહિલા સંગઠન હોદેદારો સાથે મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *