યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીજીની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા ખાતેથી આયોજિત પીએમ કિસાન ઉત્સવ દિવસના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમના ભાગરૂપે સિદ્ધપુર તાલુકાના સ્થિત મહાદેવ મંદિર હોલ, કાકોશી ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહીને સૌ ધરતીપુત્રોને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી.

પી.એમ.કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત ર૪મા હપ્તા પેટે DBT મારફતે દેશના ૮.૩૪ કરોડ થી વધુ ખેડૂત કુટુંબોને ₹૧૮,૬૮૦ કરોડ થી વધુની સહાય, રાજ્યના ૫૩.૩૩ લાખ થી વધુ ખેડૂત કુટુંબોને ₹૧૦૫૧ કરોડની સહાય DBT મારફતે સીધી જમા કરવામાં આવી.

ખેડૂતોની સમૃદ્ધિ, કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ અને અન્નદાતાઓના આર્થિક સશક્તિકરણના સંકલ્પ સાથે કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહેલા પ્રયાસો ખેડૂતોના જીવનમાં નવી આશા અને વિશ્વાસનો સંચાર કરી રહ્યા છે.
આ કાર્યક્રમમાં કાકોશી, મેથાણ અને વાઘરોલના સરપંચશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી, ગામના આગેવાન, સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મહાદેવ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ તેમજ લાભાર્થીઓ અને ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.