પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે ઇફકોના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણીએ સપરિવાર કરી આત્મીય મુલાકાત

નવી દિલ્હી। ઇફકોના અધ્યક્ષ અને આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધન (ICA)ના ગ્લોબલ બોર્ડના ડિરેક્ટર શ્રી દિલીપ સંઘાણીએ નવી દિલ્હી સ્થિત પ્રધાનમંત્રીના નિવાસસ્થાને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે સપરિવાર આત્મીય મુલાકાત કરી.

મુલાકાત દરમિયાન જૂની સ્મૃતિઓને યાદ કરી. પ્રધાનમંત્રીજીએ પરિવારના તમામ સભ્યો પ્રત્યે સહજ આત્મીયતા અને અપનત્વ વ્યક્ત કરતાં વિશેષરૂપે બાળકોને પોતાનો સ્નેહ અને આશીર્વાદ આપ્યા. પ્રધાનમંત્રીજીએ બાળકો સાથે સ્નેહપૂર્વક સંવાદ કરી તેમનો ઉત્સાહ પણ વધાર્યો.

આ ભાવસભર મુલાકાત અંગે શ્રી દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, “પ્રધાનમંત્રીજીની અત્યંત વ્યસ્ત જવાબદારીઓ વચ્ચે અમારા પરિવારને આપેલો તેમનો અમૂલ્ય સમય, સહજ આત્મીયતા અને અપનત્વ હૃદયને સ્પર્શી ગયાં. જૂની પારિવારિક સ્મૃતિઓનું પુનઃસ્મરણ, બાળકો પ્રત્યેનું તેમનું વાત્સલ્ય અને બાળકોના ચહેરા પર ખીલેલું સ્મિત અમારા સમગ્ર પરિવાર માટે ગૌરવ અને આનંદની અવિસ્મરણીય ક્ષણો છે.”

શ્રી સંઘાણીએ સમગ્ર પરિવાર વતી માનનીય પ્રધાનમંત્રીજી પ્રત્યે અંતઃકરણપૂર્વક કૃતજ્ઞતા અને આભાર વ્યક્ત કર્યો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *