
સિદ્ધપુરના ઉમરુ ખાતે ધારાસભ્ય શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે પાઇપલાઇન નેટવર્ક પ્રકલ્પનું ભવ્ય ખાતમુહૂર્ત

જળ સંચયથી જળ સમૃદ્ધિ, જળ સમૃદ્ધિથી કૃષિ સમૃદ્ધિમાનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ‘જળ સંચય, જનભાગીદારી અને જળસમૃદ્ધ ભારત’ના વિઝનને સાકાર કરવા અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાત સતત વિકાસના નવા સોપાન સર કરી રહ્યું છે.આજે સિદ્ધપુર વિધાનસભા વિસ્તારના ઉમરુ ખાતે વિસ્તારનાં ૪૪ તળાવો ભરવા માટે આશરે ₹૧૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પાઇપલાઇન નેટવર્કના મહત્વાકાંક્ષી પ્રકલ્પનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી બળવંતસિંહ રાજપૂતે કર્યું.આ પ્રકલ્પ સાકાર થતાં વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની વધુ સુવિધા ઉપલબ્ધ થશે, ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થશે, કૃષિ ઉત્પાદન અને ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થશે.

સાથે જ પશુપાલકોને પાણીની સુવિધા, જળસંકટમાં રાહત અને પર્યાવરણના સંવર્ધનમાં પણ આ પ્રકલ્પ મહત્વપૂર્ણ સાબિત થશે.સિદ્ધપુર વિધાનસભા વિસ્તારને મળેલી આ અમૂલ્ય વિકાસ ભેટ બદલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર.જળ સંચયથી જળ સમૃદ્ધિ, જળ સમૃદ્ધિથી કૃષિ સમૃદ્ધિ અને કૃષિ સમૃદ્ધિથી વિકસિત સિદ્ધપુર… આ ગૌરવપૂર્ણ પ્રસંગે ચીફ ઇજનેરશ્રી ઉત્તર ગુજરાત, કાર્યપાલક ઈજનેરશ્રી, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, પ્રદેશ પૂર્વ ઉપાધ્યક્ષશ્રી, એપીએમસી ચેરમેનશ્રી, તાલુકા ભાજપ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના ડેલિગેટશ્રીઓ, વિરોધપક્ષ નેતાશ્રી, તાલુકાના ડેલિગેટશ્રીઓ, સિનિયર આગેવાનશ્રીઓ, તાલુકા મહામંત્રીશ્રીઓ, વિવિધ ગામના સરપંચશ્રીઓ, યુવા મોરચા તથા મહિલા મોરચાના હોદ્દેદારશ્રીઓ તેમજ વિવિધ ગામોમાંથી પધારેલ આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.