હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ એક્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડ બંધ કરવા મંત્રીમંડળની મંજૂરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેન્દ્ર સરકારની મંત્રીમંડળની બેઠકમાં હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ એક્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડ (એચએસઈસી) બંધ કરવા મંજૂરી અપાઈ છે. આ કોર્પોરેશન ભારત સરકારનું સાહસ છે અને કાપડ મંત્રાલયના વહિવટી નિયંત્રણ હેઠળ કામ કરે છે.

આ કોર્પોરેશનમાં 59 કાયમી કર્મચારીઓ અને 6 મેનેજમેન્ટ તાલિમાર્થીઓ  સેવા આપી રહ્યા છે. આ કોર્પોરેશનમાં કામ કરતા તમામ કાયમી કર્મચારીઓ અને મેનેજમેન્ટ તાલિમાર્થીઓ ને જાહેર સાહસોના વિભાગ દ્વારા નક્કી કરાયેલા ધોરણો મુજબ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (વીઆરએસ) ના લાભ લેવાની તક મળશે.

આ મંજૂરીના કારણે સરકારી તિજોરીને માંદા સીપીએસઈ, કે જે કાર્યરત નથી અને જેના કારણે કોઈ આવક થતી નથી તેના માટે થતા વેતન/ પગાર ફરી ફરી થતા ખર્ચમાં ઘટાડો થશે.

આ કોર્પોરેશન નાણાકિય વર્ષ 2015-16થી સતત ખોટ કરી રહ્યું હતું અને તેના રોજબરોજના ખર્ચાઓને પહોંચી વળાય તે પૂરતી પણ આવક થતી ન હતી. તેને બેઠું કરવાનો કોઈ અવકાશ નહીં હોવાથી કંપનીને બંધ કરી દેવાની જરૂર ઉભી થઈ  છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *