
અરવલ્લી
અરવલ્લી જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આજે બુધવારે યોજનાર છે સમગ્ર જિલ્લા ના છ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માં સ્પષ્ટ બહુમતી ભાજપ ને મળેલી છે જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અગ્રેસર એવા લાલસિંહ ચૌહાણ ભિલોડા તાલુકાના કિસનગઢ સીટ પર થી સતત ચૂંટાઈ આવે છે જેઓ જિલ્લાના સંઘઠન માં પણ સક્રિય પણે તેમનો સિંહફાળો હોય છે તેમજ જિલ્લા પંચાયત માં સામાન્ય જનરલ સીટ ના ફાળે હોવાથી તેમનું નામ મોખરે છે ઉપપ્રમુખ પદે મેઘરજ તાલુકા ની પાંચાલ જિલ્લા પંચાયત સીટ પર થી ચૂંટાયેલા કનુભાઈ મનાત નું નામ ની શકયતા છે ભિલોડા તાલુકાના રામપુરી સીટ પર થી ચૂંટાયેલા તરલીકાબેન બંકિમચંદ્ર તબીયાર નું નામ મોખરે છે ભિલોડા તાલુકા પંચાયતના એસ ટી મહિલા અનામત સીટ હોવાથી તેમનું નામ ની સાંભવના છે મેઘરજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે એસ ટી પુરુષ ના ફાળે છે પણ એક પણ પુરુષ એસ ટી ઉમેદવાર ચૂંટાયેલા નહિ હોવાથી લિભોઈ સીટ પર થી ચૂંટાયેલા ભાવનાબેન ધમલાવત નું નામ મોખરે છે માલપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સામાન્ય જનરલ પુરુષ સીટ છે જેમાં સતારડા સીટ પર ચૂંટાયેલા સંજયભાઈ પટેલ નું નામ મોખરે છે જેઓ ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને તેઓ સિનિયર પણ છે મોડાસા તાલુકા પંચાયત પ્રમુખ સામાન્ય જનરલ પુરુષ ની હોવાથી ગાઢા સીટ પર થી ચૂંટાયેલા બીપીનભાઈ પટેલ પાટીદાર હોવાથી તેમનું નામ મોખરે છે બાયડ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મહિલા ઉમેદવાર ના ફાળે હોવાથી આમોદરાસીટ પર થી ચૂંટાયેલા કૈલાસબેન નું નામ મોખરે છે ધનસુરા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે બક્ષીપંચ મહિલા ઉમેદવાર માટે અનામત હોવાથી કિરણબેન તખ્તસિંહ પરમાર જેઓ કીડી સીટ પર થી ચૂંટાયેલા છે આમ ઉપર મુજબ ના નામો મોખરે હોવાની પૂરેપૂરી શકયતા છે
(મહેન્દ્ર પ્રસાદ અરવલ્લી)