ધરમપુર ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણણના અંતર્ગત બાગાયત યોજનાઓનો શુભારંભ કાર્યક્રમ યોજાયો

કૃષિ અને સહકાર વિભાગ દ્વારા સાત પગલાં ખેડૂત કલ્‍યાણના અંતર્ગત ફળ અને શાકભાજી પાકોના બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્‍યે છત્રી આપવાની યોજના, સ્‍માર્ટ હેન્‍ડ ટુલ કીટ તથા કાંટાળી તારની વાડની યોજનાના શુભારંભનો કાર્યક્રમ ધરમપુર તાલુકા મથકે વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરની અધ્‍યક્ષતામાં યોજાયો હતો. આ અવસરે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્‍તે વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાના લાભાર્થીઓને બાગાયતી પાકો હેઠળની યોજનાના મંજૂરીપત્રોના વિતરણ કરવામાં આવ્‍યાં હતાં. મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી વેબકાસ્‍ટિંગના માધ્‍યમ થકી ખેડૂતોને વિવિધ યોજનાકીય જાણકારી આપી હતી. આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, ખેડૂતોના હિતમાં સતત ચિંતા કરીને મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સાત પગલાં ખેડૂત કલ્‍યાણના અંતર્ગત અગાઉ ખેતીવાડી વિભાગને લગતી ચાર યોજનાઓન શુભારંભ કરવામાં આવ્‍યો છે. જે અંતર્ગત આજે બાયાગત વિભાગને લગતા અન્‍ય ત્રણ પગલાંઓની શરૂઆત કરવામાં આવી છે. જગતના દરેક માનવીના પેટનો ખાડો પૂરવા ખેડૂતો રાતદિવસ મહેનત કરી અનાજનું ઉત્‍પાદન કરે છે એટલે ખેડૂતને જગતનો તાત કહેવાય છે. ગુજરાતનું અર્થતંત્ર સુધારવાનું કામ ખેડૂતોએ કર્યું છે. ખેડૂતોને વિવિધ પ્રકારે મદદ કરવા સરકારે અનેક પગલાં લીધા છે. નાના ખેડૂતોને સારો ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવો જાહેર કર્યા છે. મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજના થકી કુદરતી આપત્તિ સામે થયેલા નુકસાન સામે વળતર આપી રાજ્‍ય સરકાર સમગ્ર ગુજરાતના ખેડૂતોના ખડખે ઊભી રહી છે. સરકારે ખેડૂતોની સતત ચિંતા કરીને ખેડૂતોને ખેતી માટે નિયમિતપણે પૂરતું પાણી મળી રહે તે માટે વિવિધ સિંચાઇ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. કૃષિ મહોત્‍સવમાં કૃષિ વૈજ્ઞાનિકોએ આપેલી જાણકારીનો લાભ લઇ ખેડૂતો આધુનિક ખેતી તરફ વળી મબલખ પાક મેળવતા થયા છે અને આર્થિક દૃષ્‍ટિએ પગભર બન્‍યા છે.  જેના થકી આપણે કૃષિ ક્ષેત્રે સ્‍વાવલંબી બન્‍યા છે. આખા દેશમાં ગુજરાતના ખેડૂતોએ કૃષિ ક્ષેત્રે મોખરાનું સ્‍થાન મેળવ્‍યું છે. ધરમપુર અને કપરાડાના ખેડૂતોએ દૂધી અને કારેલાની ખેતી કરી વિદેશમાં નિકાસ કરી છે. રાજ્‍યના દરેક  વિસ્‍તારોમાં ભૌગોલિક પરિસ્‍થિતિને ધ્‍યાને લઇ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મળે તે પ્રકારનું આયોજન ખેતીવાડી અને બાગાયત વિભાગે કરવું જોઇએ.  ખેડૂતોના મહામૂલા પાકને રોઝ અને ભુંડના ત્રાસથી બચાવવા માટે પાંચ હેક્‍ટર જમીન ધરાવતા ખેડૂતોને કાંટાળી તારની વાડ માટેની યોજના હેઠળ પ્રતિ રનિંગ મીટરે રૂા.૨૦૦ની સહાય મળશે. ઓછી જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતો પણ ભેગા મળીને આ યોજનાનો લાભ લઇ શકશે. ખુલ્લી જગ્‍યામાં ફળ, ફૂલ, શાકભાજી તથા નાશવંત કૃષિ પેદાશો વેચનારા નાના વેચાણકારોને વિનામૂલ્‍યે છત્રી આપવામાં આવશે. સીમાંત ખેડૂતો અને ખેત મજૂરોને વાવણી થી લઇ કાપણી સુધી ખેતી અને બાગાયત પાકોમાં ઉપયોગી સ્‍માર્ટ સાધનો અપાશે. ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્‍વવાળી રાજ્‍ય સરકારે ખેડૂતની આવક બમણી કરવાના ભાગરૂપે ખેડૂતલક્ષી અનેક કાર્યક્રમો કરી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા કાર્યક્રમ સ્થળે એન્ટીજન રેપીડ ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ઉપસ્થિત ખેડૂતમિત્રોના કોરોના ટેસ્ટ કરાયા હતા. વલસાડ જિલ્લા માહિતી કચેરી દ્વારા પ્રચાર સાહિત્યનું વિતરણ કરાયું હતું.  નાયબ બાગાયત નિયામક સી.જી.પટેલે સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્‍યક્ષા નિર્મળાબેન જાદવ, આરોગ્‍ય સમિતિના અધ્‍યક્ષ ગુલાબભાઇ રાઉત, ધરમપુર નગરપાલિકા પ્રુમખ જ્‍યોત્‍સનાબેન, પૂર્વ ધારાસભ્‍ય જીપૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મીનાબેન, ગણેશભાઇ બિરારી, ચીફ ઓફિસર મિલનભાઇ, અગ્રણી મહેશભાઇ ભટ્ટ, ખેડૂતમિત્રો મોટી સંખ્‍યામાં હાજર રહયા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM