કોરાના વેકસીન સંપૂર્ણ સુરક્ષિત છે – અનિલકુમાર શાહ/અરૂણાબેન શાહ
રિપોર્ટ -કલ્પેશ પુરાણી,નવસારી
કોવિડ-૧૯ વેકસીનેશનની ફ્રેઝ-૩ માં ૪૫ થી ૫૯ વયના ગંભીર બિમારી ધરાવતા અને ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા લાભાર્થીઓને સમુદાયમાં કરવા અંગેની કામગીરી રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે દંપતિ ૭૦ વર્ષીય અનિલકુમાર રામચંદ્ર શાહ તથા ૬૭ વર્ષીય અરૂણાબેન અનિલકુમાર શાહે પ્રથમ રસીકરણ કરાવ્યું હતું.
તેઓઍ જણાવ્યું હતું કે, કોરોના વેકસીન સંપૂર્ણ સુરક્ષિત છે અને તેની કોઇ આડઅસર નથી. કોરોનાથી સુરક્ષિત રહેવું હોઇ તો વેકસીન અવશ્ય લેવું જાઇઍ. અમો બંનેઍ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ નંબર આવતા સિવિલ હોસ્પિટલ ખાતે વેકસીન મૂકાવી છે. નવસારી જિલ્લાના લોકો વધુમાં વધુ વેકસીન મૂકાવી પોતાના પરિવારને કોરાનામુકત રાખે તેવો અનુરોધ કર્યો હતો. નવસારી સિવિલ હોસ્પિટલના કોવિડ-૧૯ ના નોડલ ઓફિસર ડા÷. કે.બી.પટેલના જણાવ્યાં અનુસાર સિવિલ હોસ્પિટલ ખાતે આજદિન સુધીમાં ૧૧૪૩ જેટલી વ્યકિતઓને રસીકરણ આપવામાં આવી છે. જેમાં ૧૫ વ્યકિતઓ ૪૫ થી ૫૯ વયના હતાં. કોરાના સામે રક્ષણ મેળવવા માટે લોકો સ્વેચ્છાઍ આવી વેકસીન મૂકાવી રહયાં છે.



