રિપોર્ટ -કલ્પેશ પુરાણી,નવસારી
નવસારી જિલ્લાના ચીખલી-વાંસદા રોડ ખાતે આવેલી વિન્ડસન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મિથેનોલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ લગતા કંપનીમાં અફડા તફડી મચી જવા પામી હતી. કેમિકલ ટેન્કરમાં લાગેલી આગ બુઝાવવા વિન્ડસન કેમિકલ કંપનીના કર્મચારીઓઍ તાબડતોડ પ્રયાસો હાથ ધર્યા હતાં. પરંતુ આગ કાબૂમાં ન આવતાં સાઇટમેન કન્ટ્રોલર નિલેશ પટેલે ઓફ સાઇટ ઇમરજન્સી જાહેર કરી હતી. વિન્ડસન કેમિકલમાં કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલરૂમને જાણ કરતાં અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોîચી ગયા હતાં. ચીખલી પ્રાંત અધિકારી શ્રી જાગીયા ઘટના સ્થળે પહોîચી પરિસ્થિતિને સંભાળી લીધી હતી. તેમજ જિલ્લા કલેકટર શ્રીમતી આર્દ્રા અગ્રવાલને સમગ્ર ઘટનાથી વાકેફ કરતાં, કલેકટરે તાત્કાલિક પગલાં લેવા આદેશો જારી કર્યા હતાં.
આરોગ્ય, પોલીસ, પ્રદુષણ નિયંત્રણ, ફાયર વિભાગ સહિતના અધિકારીઓઍ સ્થળ પર આવીને કામગીરી સંભાળી લીધી હતી. પરિસ્થિતિને ધ્યાને લઇને ઍસ.ટી.બસ દ્વારા કર્મચારીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. સ્ટેટ હાઇવે પરના ટ્રાફિક કંટ્રોલ કરવામાં આવ્યો હતો. ટેન્કરમાં આગ લાગવાના કારણે ડ્રાઇવર સહિત પાંચ જેટલા વ્યકિતઓ દાઝી જવાના કારણે તેઓને પ્રાથમિક સારવાર આપીને ઍમ્બ્યુલન્સ અને ૧૦૮ દ્વારા રેફરલ હોસ્પિટલ ચીખલી ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ફાયર બ્રિગેડની ટીમે મહામહેનતે આગને કાબુમાં લીધી હતી.
નવસારી જિલ્લા ક્રાઇસીસ ગૃપ દ્વારા પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું નવસારી જિલ્લા ક્રાઇસીસ ગૃપના ચેરમેન અને જિલ્લા કલેકટર શ્રીમતી આર્દ્રા અગ્રવાલને જાણ કરી હતી. ડિઝાસ્ટર મામલતદારશ્રી, ચીખલી મામલતદાર શ્રી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી ફળદુ , આદિત્ય ટિમપેકના ડિરેકટર શ્રી પુરુષોત્તમ પટેલ, વિન્ડસન કેમિકલના ડિરેકટર શ્રી તેજલાલ પટેલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.
આ સમગ્ર ઘટના ઍક મોકડ્રીલ હતું. નવસારી જિલ્લામાં કોઇ આકસ્મિક ઘટના બને ત્યારે કેવી રીતે કામગીરી બજાવવાની હોઇ છે જેના ભાગરૂપે મદદનીશ નિયામક ઔદ્યોગિક નિયામક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના શ્રી રાવતના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા ક્રાઇસીસ ગૃપ તેમજ વિન્ડસન કેમિકલ પ્રાઇવેટ લિમીટેડ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.



