જીવન નો સાચો માર્ગ ધર્મ અને ભક્તિ છે

જ્યારે જ્યારે કોઈ પણ જીવાત્માનું મન આ દંભી સમાજ માંથી ઉઠી જાય છે ત્યારે તે સત્સંગ અને હરી નામ તરફ ના પથ પર જ્ઞાનમાર્ગી બને છે

    એવો જે એક કિસ્સો આજરોજ ભુજ તાલુકાના ધાણેટી ગામ મધ્યે આવેલ સ્વામિનારાયણ મંદીર ના પાટોત્સવ મા જોવા મળ્યો , ગામનાં જ રહેવાસી રાધાબેન ઘણાં સમય થી સ્વામિનારાયણ ધર્મ સાથે સંકળાયેલા છે.. પતિ શ્રી વાસણભાઇ ડાંગર નું મૃત્યું થતાં તેમનો સંસાર પર થી મોહ ઉઠી જતાં તેઓ ધર્મ સાથે સત્સંગ અને હરી ભજન ની રાહ પકડી આ સંસારી જીવન નો ત્યાગ કરી ત્યાગી જીવન વ્યતિત કરવાનો નિર્ણય કરતાં ભુજ સ્વામિનરાયણ મંદીર ના મહીલા મહંત પૂજય શામબાઈ ફઈ પાસે દીક્ષા લીધી હતી.. આજરોજ સત્સંગ નો શાઢલો ગ્રહણ કર્યો હતો.. આ પ્રસંગે સાખ્યયોગી બહેનો માં શ્રી નીતાબાઈ , અનીતાબાઈ તથા અન્ય બાઈઓ સાથે સત્સંગી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *