ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના માદરે વતન માંડવી ખાતે પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

અજય ખત્રી
માંડવી -૩૦/૦૩

ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પુર્ણતિથિ નિમિતે માંડવી શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા જન્મ સ્થળે પુષ્પાંજલિ કાર્યક્રમ શહેર પ્રમુખ દેવાંગભાઈ દવેના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો.આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી અનિરૂધભાઈ દવે એ પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદે જણાવ્યું હતું કે , ભાનુશાલી સમાજમાં એક ગરીબ પરિવારમાં તેમનો જન્મ થયો હતો અત્યારની આધુનિક સુવિધા તેમના સમયમાં ન હતા છંતા પણ તેઓએ અભ્યાસ કરતાની સાથે દેશ સેવા કરેલ હતી.ક્રાંતિવીરનું સ્મારક માત્ર સ્મારક શબ્દ ન રહે તે માટે આપણા ઘેર મહેમાન આપે ત્યારે તેમને આ સ્મારકની મુલાકાત લેવા ખાસ આગ્રહ કરવો જોઈએ અને તેમની કાર્યશૈલી અંગે ભાવિ પેઢી પ્રેરણા લે તે માટે સમજાવવું જોઈએ . પં . શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારકના ગોરધનભાઈ શિયાણીએ જણાવ્યું હતું કે , તેમનું જન્મ સ્થળ એ માત્ર જન્મ સ્થળ પુરતું સિમિત નથી અહી પુસ્તકાલય પણ શરૂ કરવામાં આવેલ છે.આ પુસ્તકાલયમાં મહિલાઓ પણ વાંચન માટે આવે છે . હજી વધુ લોકો આ પુસ્તકાલયનો લાભ લે તે માટે સહયોગી બનવા પર ભાર મૂક્યો હતો . આ પ્રસંગે તેમણે પૂર્વ સંસદશ્રી સ્વ .અનંતભાઈ દવેની ગ્રાંટમાંથી આ સ્મારકને પુસ્તકોની જાળવણી કરવા માટે કબાટની ભેટ મળેલ હતી જી.એમ.ડી.સી.ના સહયોગ થી આ સ્મારકના નવનિર્માણનું કામ કરવામાં આવનાર હોવાની માહિતી આપેલ હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *