કોરોના સંક્રમણના કપરા સમયમાં લોકો ખૂબ આર્થિક મુશ્કેલી ભોગવી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે ત્યારે અગ્રવાલ મહિલા મંડળ ,ડીસા દ્વારા પુનઃ સમાજમાં અનુકરણીય કાર્ય કરવામાં આવ્યું છે.વિશ્વકર્મા નગર રેલવે સ્ટેશન ડીસામાં રહેતા વિધવા નર્મદાબેન લોધા છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું માંડ જીવન નિર્વાહ ચલાવે છે. તેમની દીકરી પાયલ જે ઘરે સિલાઈ કામ કરી માતાની મદદ કરે છે. પાયલના લગ્ન ૪/૫/૨૦૨૧ ના રોજ નિર્ધાર્યા છે અને તેને મદદ કરવા માટે કાંતીલાલ લોધા (પત્રકાર) એ અગ્રવાલ મહિલા મંડળને અંગુલી નિર્દેશ કર્યો હતો. તેથી મંડળની સેવાભાવી બહેનોએ પાયલને સાડી ૮ ,લગ્નની ચણિયાચોળી ,ડ્રેસ ૮ ,કોસ્મેટીક, બ્લેન્કેટ, હાથ ઘડિયાળ, દિવાલ ઘડિયાળ અને ઘરવખરીનો સામાન આપી માનવસેવાનું ઉત્તમ અને અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.દીકરીને આ સામાન આપવામાં આવતા તે ભાવવિભોર બનતા તેના ચહેરા ઉપર સ્પષ્ટ ખુશી દેખાઈ રહી હતી. મહિલા મંડળે અગાઉ પણ એક ઘરકામ કરતી દીકરીને કરિયાવર આપ્યું હતું. તેથી મહિલા મંડળની સેવાની સુવાસ ચોમેર મહેંકી ઉઠી છે. રિપોર્ટર.. પારસ વ્યાસ બનાસકાંઠા.ડીસા


