પોરબંદર જિલ્લામાં ધનવંતરી રથની સાથે વેકિસનેશનનો પ્રયોગ સફળ;આરોગ્યના કર્મયોગીઓ સ્થળ પર જ લોકોને આપે છે સાચી સમજ

  • પોરબંદર જિલ્લામાં ધનવંતરી રથની સંખ્યા ૧૦થી વધારીને ૧૪ કરાઇ
  • ૧૩૫૦૦ની ઓપીડી થઇ

પોરબંદર જિલ્લામાં ધનવંતરી રથની સંખ્યા વધારીને ૧૪ કરવામાં આવીછે. અગાઉ ૧૦ રથ દ્રારા સેવા અપાતી હતી.

જિલ્લા કલેકટરશ્રી ડી.એન. મોદી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.કે. અડવાણીએ જણાવ્યુ હતુ કે, પોરબંદર જિલ્લાના અમુક છેવાડાના વિસ્તરોમાં વેકસીન અંગેની જાગૃતિ આવે તે માટે ધનવંતરી રથની આરોગ્ય તપાસણીની સાથે સાથે રસીકરણની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. રસીકણ અંગે સાચી સમજ આરોગ્યના કર્મયોગીઓ ગામમાં વિજિટ દરમ્યાન આપી રહ્યા છે. પોરબંદર જિલ્લા તંત્રનો આ સફળ પ્રયોગ છે અને છેવાડાના વિસ્તારોને રસીકરણથી આવરી લેવા માટે કરાયેલી આ કામગીરીને મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ આવકારી હતી. પોરબંદર જિલ્લામાં ૧૦ એપ્રિલ સુધી ધનવંતરી રથની ૭ હજાર જેટલી ઓપીડી હતી. હવે ૧૦ થી ૧૫ એપિલ સુધીની ઓપીડી ૧૩૫૦૦ની થઇ છે. પ્રતિ રથ ૨૬૦ થી વધુ લોકોને તપાસવામાં આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં કોરોનાના અને શંકાસ્પદ દર્દીઓના નીદાન માટે ધનવંતરી રથની કામગીરી આર્શીવાદ સમાન બની છે. કોરોનાના વાયરસ ફેફસા સુધી પહોંચી એ પહેલા જેને શંકા હોય એ દર્દી ગામમા આવેલા ધનવંતરી રથની મુલાકાત લઇ રહીયા છે. અને તેનુ નિદાન પણ વહેલાસર થતા ગંભીર અસરોથી દર્દી બચી જાય છે. આમ પોરબંદર જિલ્લામાં ધનવંતરી રથ દ્રારા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવે છે. જેને લોકોએ આવકારી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *