વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને અરવલ્લી પ્રભારી મંત્રીશ્રી રમણલાલ પાટકરનો આભાર માનતા અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી- સુરેન્દ્રસિંહ ડાભી

અરવલ્લી જિલ્લા ના મોડાસા અને ભિલોડા ખાતે ઓક્સિજન પ્લાન્ટ માટે ની યોજનાઓ માટે પ્રધાન મંત્રી ખાણ ખનીજ યોજના માથી તાત્કાલિક 62 લાખ મંજૂર કરવા માટે જિલ્લા ની પ્રજા વતી અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રમણલાલ પાટકર તેમજ પ્રધાન મંત્રી ખાણ ખનીજ કલ્યાણ ક્ષેત્ર જેવીપ્રજા કલ્યાણલક્ષી યોજના ગુજરાત રાજ્ય સહિત સમગ્ર ભારતદેશ મા લાગુ કરનાર ભારત દેશ ના યશસ્વી વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ નો આભાર માનતા જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી એ જણાવ્યું હતું કેભારત દેશ સહિત સમગ્ર ગુજરાત રાજ્ય મા તાજેતર ની કોરોના મહામારી મા પોઝિટિવ કેસ મા સતત વધારો થવાને પરિણામે એકાએક ઓક્સિજન ની માંગ મા વધારો થતા ઓક્સીજન ના અભાવે કોઈ નાગરિક નો જાન ના જાય તે માટે રાજ્ય ના રાજસ્થાન બોર્ડર જિલ્લો અરવલ્લી અને મહારાષ્ટ્ર બોર્ડર જિલ્લો ડાંગ જિલ્લા ના પ્રભારી મંત્રી તરીકે બે જિલ્લા વચ્ચે 450 કિલોમીટર નો સતત પ્રવાસ કરી બે બે જિલ્લા ના પ્રભારી મંત્રી તરીકે ની જવાબદારી આપ ખુબજ ખંત પ્રામાણિકતા અને નિષ્ઠા થી નિભાવી રહ્યા છો
આપ જેવા મંત્રીશ્રીઓ રાજ્ય સરકાર મા છે ત્યાં સુધી પ્રજા નો સરકાર પ્રત્યે નો વિશ્વાસ અડગ રહેશે એમાં શંકા ને કોઈ સ્થાન નથીકોરોના મહામારી ના આ કપરા સમય મા રાજ્ય સરકારશ્રી ના તમામ મંત્રીશ્રીઓ તેમજ સચિવાલય ના તમામ કક્ષાના અધિકારીશ્રીઓ દિન રાત પ્રજા ના જાહેર આરોગ્ય ની સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ છોરાજ્ય સરકાર શ્રી ના પ્રજા કલ્યાણલક્ષી સંનિષ્ઠ પ્રયાસો પરથી અમો જિલ્લા વહીવટી તંત્ર ના અધિકારીઓ પણ સતત પ્રજા ને સહાયરૂપ બનવા પ્રયત્નશીલ છીએ પરિણામે ખુબજ ઝડપ થી સૌ આ મહામારી માથી બહાર આવી જઈશું એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *