અમદાવાદમાં પીએમ કોવિડ કેર્સ હોસ્પિટલ માટે વેસ્ટર્ન નેવલ કમાન્ડથી ભારતીય નૌસેનાની મેડિકલ ટીમ તહેનાત

વર્તમાન કોવિડ સંકટને નિવારવા માટે સશસ્ત્ર દળોના યોગદાન સ્વરૂપે ચાર ડોકટર, સાત નર્સ, 26 પેરામેડિકસ અને 20 સહાયક કર્મચારી સહિતની 57 સભ્યોની નૌસેનાની એક મેડિકલ ટીમ 29 એપ્રિલ, 2021ના રોજ અમદાવાદમાં તહેનાત કરાઈ છે. કોવિડ સંકટનો સામનો કરવા માટેની એક વિશેષ ‘પીએમ કેર્સ કોવિડ હોસ્પિટલ’ તૈયાર કરવામાં આવી છે, જ્યાં આ ટીમને તહેનાત કરાઈ છે. ટીમને હાલ 2 મહિના માટે તહેનાત કરવામાં આવી છે અને મેડિકલ ટીમનો સમયગાળો આવશ્કતા અનુસાર વધારવામાં આવશે.   

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *