કોરોના જેવી મહામારીમાં શ્રી કાંતિભાઇ અમૃતિયાની સેવા હંમેશા પ્રસંશનીય રહી છે શુક્રવારથી કોરોના સામેની જાગૃતિ લાવવાનું કાર્ય કરશે

કુદરતી આપદા પછી ભલે 1979ની જળહોનારત હોય કે 1998 વાવાઝોડું, 2001 નો ભૂકંપ હોય કે અતિવૃષ્ટિમાં ઠેરઠેર પાણી ભરાયા હોય શ્રી કાંતિભાઇ અમૃતિયાની સેવા હંમેશા પ્રસંશનીય રહી છે.કોરોના જેવી મહામારીમાં પણ શ્રી કાંતિભાઈ અમૃતિયાએ પ્રાથમિક-સામુહિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઇ ખૂટતી દવાઓ પૂરી પાડવા તથા આઈસોલેસન સેન્ટર ખોલાવવા વિગેરેની કાર્યવાહી કરી.શ્રી કાંતિભાઈ હવે કોરોના મુક્ત ગામ-વિસ્તાર બનાવવાના ધ્યેય સાથે અંતરના સંબંધો ધરાવતા સમગ્ર વિસ્તારના પ્રજાજનો ની મુલાકાત લેશે અને ધ્યેયને પાર પાડવા પ્રત્યેક ગામમાં સમિતિ બનાવશે, જે પોતાના ગામમાં અથવા વિસ્તારમાં હળવા પ્રકારના સ્વૈચ્છિક પ્રતિબંધો મુકવા તથા કોરોના સામેની જાગૃતિ લાવવાનું કાર્ય કરશે શ્રી કાંતિભાઇ અમૃતિયાનો પ્રવાસ તારીખ 07.05.2021 શુક્રવારથી શરૂ થશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *