રાજ્ય સરકાર દ્વારા તમામ ધારાસભ્યો ને ઓછા મા ઓછી 50 લાખ ની ગ્રાન્ટ કોરોના મહામારી સામે લડવા માટે ફળવવવા ઠરાવાયુ. બાયડ ધારાસભ્ય જશુભાઈ પટેલે 48 લાખ ની ગ્રાન્ટ ફાળવવા માટે ભલામણ કરી


માલપુર ઓક્સિજન પ્લાન્ટ ના કામની જિલ્લા આયોજન અધિકારી દ્વારા પ્રાથમિક મંજુરી આપવામાં આવી તાજેતર માં રાજ્ય સરકાર દ્વારા રાજ્ય ના તમામ ધારાસભ્ય શ્રી ને ફાળવવા મા આવતી 150 લાખ ની ધારાસભ્ય ફંડ જોગવાઈ વર્ષ 2021-22 માથી ઓછા મા ઓછા 50 લાખ ની ફાળવણી   પ્રજાના  જાહેર આરોગ્ય ની સુરક્ષા માટે ફરજિયાત પણે કોરોના મહામારી સામે લડવા માટે જીવન રક્ષક જરૂરી આરોગ્ય લક્ષી વિવિધ સાધનો તેમજ મશીન માટે ફરજિયાતપણે ફાળવણી કરવાનું રાજ્ય ના આદર્શ મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી ના વડપણ હેઠળ ની રાજ્ય સરકાર દ્વારા ઠરાવવા મા આવેલ છે અરવલ્લી જિલ્લાના બાયડ ધારાસભ્ય શ્રી જશુભાઈ પટેલ દ્વારા માલપુર CHC ખાતેઑક્સિજન પ્લાન્ટ માટે 48 લાખ ની ગ્રાન્ટ ફાળવણી કરવા અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી ને તા.10/05/2021 ના પત્ર થી ભલામણ કરવામાં આવેલ છે .  જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સતત  પ્રયત્નશીલ એવા  વહીવટી કુનેહ ધરાવતા અને ખંત પ્રામાણિકતા અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અરવલ્લી. જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી ને માલપુર ધારાસભ્ય શ્રી નો ભલામણ પત્ર મળતાં ની સાથે જ તાત્કાલિક ધોરણે માલપુર ઓક્સિજન પ્લાન્ટ ની પ્રાથમિક મંજુરી આપી જિલ્લા આરોગ્ય અધિકારી ને સત્વરે જરૂરી અભિપ્રાય સહ તાંત્રિક મંજુરી સાથે ના પ્લાન એસ્ટીમેન્ટ્સ મોકલી આપવા જણાવેલ છે અત્રે ઉલેરખનીય છે કે આ અગાઉ પણ  પ્રધાન મંત્રી ખાણ ખનીજ કલ્યાણ ક્ષેત્ર યોજના હેઠળ અરવલ્લી જિલ્લા ના ભિલોડા અને બાયડ વાત્રક હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ મંજૂર કરવામાં પણ અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી એ સક્રિય ભૂમિકા ભજવી સત્વરે વહીવટી  મંજુરી ની પ્રક્રિયા પૂર્ણ કરાવેલ છે જેની કામગીરી પણ ટુંક સમય શરૂ થનાર છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *