
અરવલ્લી જીલ્લામાં કોરોના ના કેશો વધતાં લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે .ટેસ્ટીગ કે યોગ્ય સારવાર નહીં મળતાં રોજના અસંખ્ય લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે.અહી આર.ટી્પી.સી આર.ટેસ્ટની લેબોરેટરી નહીં હોવાના કારણે ટેસ્ટીગ માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને બહારથી લાંબા સમયે રીપોર્ટ આવે ત્યાં સુધીમાં તો દર્દી કોરોના ના અંતિમ તબક્કામાં પહોંચી જાય છે. અરવલ્લી જિલ્લાના ગામડાઓ ની દયનીય પરિસ્થિતિ છે અને સંકમણ વધવાના કારણે ગામડાઓ પણ કોરોના ના કેશો નું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે ત્યારે મોડાસા સિવિલ હોસ્પિટલ ખાતે આર.ટી ની.સી આર ટેસ્ટની લેબોરેટરી તાત્કાલિક ખોલવા કે ઉભી કરવા માટે અરવલ્લી જીલ્લા ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતિનભાઈ પટેલ આરોગ્ય સચિવ તેમજ આરોગ્ય કમિશનર પાસે લેખિત માંગણી કરવામાં આવી છે ત્યારે જોવું એ રહ્યું કે આવા મહામારી ના સમયમાં સરકાર અને સરકારમાં બેઠેલા અરવલ્લી જિલ્લામાં ચાલતી મહામારી માં આ માગણી કેટલી ધ્યાનમાં લેવાય છે..