રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતીમાં શહેરના વિવિધ વોર્ડમાં થઈ રહેલુ વેકસીનેશન કેમ્પનું આયોજન

જામનગર મહાનગરપાલિકા તથા ભાગ્યલક્ષ્મી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના વોર્ડ નંબર ૫ તથા ૬માં લોકોને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરાયા

જામનગર શહેરમાં ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી ગત માસ શહેરના વિવિધ વોર્ડમાં  કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પના આયોજન કરવામાં આવેલ હતા જેમાં રસી લીધેલ લોકોને બીજા ડોઝ માટે આજરોજ વોર્ડ નંબર ૫ અને ૬માંવેક્સિનેશન કેમ્પ યોજાયા હતા. જામનગર શહેરના નાગરિકો વધુમાં વધુ પ્રમાણમાં યોજાતા કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પોનો લાભ લઇ રસીકરણ કરાવે તે માટે ભાગ્ય લક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોને રસીનો બીજો ડોઝ લઇ રસીકરણની પ્રક્રિયાને પૂર્ણ કરી કોરોના સામે લડત આપવામાં સહયોગ આપવા અનુરોધ કરતાં શહેરના વોર્ડ નંબર- ૫ગીતા મંદિર પારસ, સોસાયટી અને વોર્ડ નં. ૬માં વુલનમિલની ચાલી, હિન્દી સ્કુલ, દિગ્જામ મિલ પાછળ રહેતા ૪૫ વર્ષથી ઉપરની ઉંમરના રહેવાસીઓને કોરોના પ્રતિરોધક રસી આપવા માટેના કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં મેયર શ્રીમતી બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રી તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી મનિષ કટારિયા, દંડકશ્રી કેતનભાઇ ગોસાણી,શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, શહેર મહામંત્રીશ્રીઓ મેરામણભાઈ ભાટ્ટુ,વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણીયા, કોર્પોરેટરશ્રીઓઆશીષભાઇ જોષી, કિશનભાઈ માડમ, સરોજબેન વિરાણી, ડિમ્પલબેન રાવલ, જશુબા ઝાલા, પુર્વ ચેરમેન કમલાસિંહ રાજપુત, પુર્વ કોર્પોરેટર બાબુભાઈ ચાવડા, અનિરુધ્ધસિંહ ઝાલા, વિપુલ ચૌહાણ તથા વેકશીન લેનાર નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *