વીજ પુરવઠા ચાલુ કરવા ઉના શહેરને પ્રાથમિકતા : મંત્રીશ્રી
ગીર-સોમનાથ તા. -૧૯, ગીર-સોમનાથ જિલ્લામાં તોકતે વાવાઝોડાની અસરને પગલે વધુ પ્રભાવિત થયેલ ઉના તાલુકાના કંસારી ખાતે આવેલ ૨૨૦ કે.વી. સબ સ્ટેશનની મુલાકાત લઇ બેઠક યોજી હતી. મંત્રીશ્રીએ કોડીનાર, ગીરગઢડા અને ઉના તાલુકાના ૧૬ સબ સટેશન ખોરવાયા છે. તેનું તાત્કાલીક સમારકામ કરી પુરવઠો શરૂ કરવા સુચના આપવામાં આવી હતી. તેમજ ત્રણ તાલુકામાં ડેમેજ થયેલ ૪૫૦૦ વીજ પોલ અને ૪૦૦ ટ્રાન્સફોર્મર વહેલી તકે બદલી ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો પુવર્વત કરવા જણાવ્યું હતું. આ ત્રણ તાલુકા પૈકી કોડીનાર શહેર તેમજ ૯ ગામોમાં વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવ્યો છે.
ઉના શહેરના ૫૦ ટ્રાન્સફોર્મર અને ૨૫૦ વીજ પોલ બદલવા માટે યુધ્ધના ધોરણે ૩૫ ટીમો દ્વારા સમારકામ ચાલુ છે. જે બે દીવસમાં પુર્ણ થશે. આ બેઠકમાં મુખ્ય ઇજનેર ઝેટકોનાશ્રી કે.આર.સોલંકી, શ્રી એન.આઇ.ઉપાધ્યાય, શ્રી વાય.આર.જાડેજા સહિતના વીજ અધિકારીઓ હાજર રહ્યા હતા.

