ગાંધીનગર: રાજય સરકાર દ્વારા દર વર્ષની તા. ૨૧મી મે, ર૦૨૧ને ‘ Anti – Terrorism Day ‘ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ તા. ૨૧મી મે, ના રોજ ‘ Anti – Terrorism Day ‘ની ઉજવણી ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી સહિત વિવિધ જિલ્લાની કચેરીઓમાં કરવામાં આવી હતી.
ગાંધીનગર જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યના માર્ગદર્શન હેઠળ આ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ દિનની ઉજવણી નિમિત્તે વિવિધ કચેરીઓના અધિકારી અને કર્મચારીઓએ તમામ પ્રકાર આતંકવાદ અને હિંસાનો નીડરતાથી વિરોધ કરવાનો તથા સર્વે સમાજના વર્ગોમાં શાંતિ, સમાજિક સદૂભાવના તથા માનવ જીવના મૂલ્યોને પર ખતરો પહોંચાનાર શક્તિઓ સામે લડવાના શપથ લીધા હતા.





