વાવાઝોડા તૌકતેને કારણે સૌથી ખરાબ અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુન:સ્થાપન કાર્ય માટે વિદ્યુત મંત્રાલયે લીધેલાં સક્રિય પગલાં


વાવાઝોડાં તૌકતેને કારણે ઉદભવેલી હાલની કટોકટ સ્થિતિને પહોંચી વળવા શક્ય એટલી મદદ પૂરી પાડવા વિદ્યુત મંત્રાલય (સચિવ, વિદ્યુત) રાજ્ય. વીજળી ઉપયોગિતા, પીજીસીઆઇએલ, આરઇસી, પોસોકો સાથે નિયમિત સમીક્ષા બેઠકો યોજી રહ્યું છે.

ચક્રવાત તૌકતેને કારણે સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત ગુજરાત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં વીજળી પુન:સ્થાપનના કાર્યો ઝડપી કરવા માટે વિદ્યુત સચિવે ગઈકાલે ખાસ સમીક્ષા બેઠક યોજી હતી. આ મીટિંગમાં ઉર્જા, ગુજરાતના અધિક સચિવો, પીજીસીઆઇએલના સીએમડી અને આઇઇઇએમએના પ્રમુખ તેમજ અન્યો હાજર રહ્યા હતા.

પીજીસીઆઇએલ એ માહિતી આપી હતી કે 150થી વધુની અનુભવી માનવદળની એક ટીમ ઈઆરએસ- ઇમરજન્સી રિસ્ટોરેશન સિસ્ટમ (જે દસ 220 કેવી ટાવર્સને બદલી શકે) સાથે ગુજરાત પહોંચી છે અને દીવને વીજ પુરવઠો પૂરો પાડતી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત 220 કેવી લાઇનને પુન:સ્થાપિત કરવાનું કાર્ય આરંભી દીધું છે.

66 કેવી સિસ્ટમના પુન:સ્થાપનનું કાર્ય કરવા માટે જેમનો સંપર્ક થઈ શકે એ કૉન્ટ્રાક્ટર્સની યાદી પણ પીજીસીઆઇએલ એ પૂરી પાડી હતી. આઇઇઇએમએ એ ખાતરી આપી હતી કે તે પુન:સ્થાપનનું કાર્ય ઝડપી કરવા માટે વીજ ઉપકરણોના ઉત્પાદકો અને ટ્રાન્સમિશન લાઇન ઊભી કરવામાં સંકળાયેલા મોટા કૉન્ટ્રાક્ટરો સાથે સંકલન કરશે. વિવિધ રાજ્ય સરકારોએ પણ પુન:સ્થાપનના કાર્ય માટે આવશ્યક સામગ્રી અને માનવદળ પૂરું પાડવાની ખાતરી આપી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *