પ્રદેશ ભાજપા મહિલા મોરચા અધ્યક્ષ શ્રીમતી ડો.દિપીકાબેન સરડવા વડોદરાની મુલાકાતે

પ્રદેશ ભાજપા મહિલા મોરચા અધ્યક્ષ શ્રીમતી ડો.દિપીકાબેન સરડવા વડોદરાની મુલાકાતે . ” ૨૪ સ્મશાનમાં કામ કરતા કર્મચારીઓને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ આપાયો ” ” શહેર અધ્યક્ષ ડો.વિજયભાઈ શાહ અને સાંસદશ્રીમતી રંજનબેન ભટ્ટના હસ્તે ફોર્મ ભરાયા ” વડોદરા શહેરમાં પ્રદેશ ભાજપા મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી ડો.દિપીકાબેન સરડવા શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા . શુભેચ્છા મુલાકાત વખતે તેઓના હસ્તે ખાવાડી સ્મશાનમાં કામ કરતા કામદારોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા કવચ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો . આ પ્રસંગે શહેર અધ્યક્ષ ડો.વિજયભાઈ શાહ , સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ , ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ , ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે , શહેર મહામંત્રીશ્રી સુનીલભાઈ સોલંકી , શ્રી જશવંતસિંહ સોલંકી , શ્રી રાકેશભાઈ સેવક , તથા મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી કંચનબેન રાય , તથા કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા . વડોદરા શહેરમાં આવેલા સ્મશાનમાં કામ કરતા ૮૪ કર્મચારીઓ ને સાંસદશ્રી રંજનબેન ભટ્ટ દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો . પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી ડો.દીપિકાબેન સરડવાના હસ્તે આ વીમા કવચ યોજના ફોર્મ સ્વીકારવામાં આવ્યા અને સ્મશાનમાં કામ કરતા કર્મચારીઓને સાડી આપવામાં આવી હતી . આ કાર્યક્રમ બાદ મહિલા અધ્યક્ષ ડો.દીપિકાબેન સરડવા S.S.G.H. માં સારવાર લેતા દર્દીઓના પરિવારજનોને ની : શુક્લ ભોજનના સેવા યજ્ઞમાં હાજરી આપી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *