સાંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક ને જાણ થતા તેઓએ તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી ઓક્સિજન બાટલાની સેવાકીય પ્રવૃત્તિ ના સ્થળ ઉપર મુલાકાત

ધોરાજીની સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોનાની બીમારીમાં સપડાયેલ પૈકીના ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને ઓક્સિજનના બાટલા વિનામૂલ્યે આપવા માટેની સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય જેની જાણ પોરબંદર વિસ્તારના સાંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક ને જાણ થતા તેઓએ તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી ઓક્સિજન બાટલાની સેવાકીય પ્રવૃત્તિ ના સ્થળ ઉપર મુલાકાત કરેલ અને તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના તમામ કાર્યકર્તાઓને બિરદાવેલ અને કાર્યકર્તાઓનો જુસ્સો વધારેલ તેઓની સાથે ધોરાજી શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકિયા તથા મહામંત્રીશ્રી વિજયભાઈ બાબરીયા તેમજ મનીષભાઈ, કૌશિકભાઈ ઉપસ્થિત રહેલ આ મુલાકાત દરમિયાન હાજર રહેલ સાંસદ શ્રીને તેમજ આગેવાનોને તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી રાજુભાઈ બાલધાએ આવકારેલ તેમજ કાર્યકર્તાઓ અશોકભાઈ બાલધા, શૈલેષભાઈ બાલધા, પરેશભાઈ વાગડિયા, દિલીપ બાલધા, બાબુભાઈ વેકરીયા, જયંતીભાઈ બાલધા, વિકાસ વેકરીયા, રમણીકભાઈ બાલધા, સંદીપ ટોપીયા, સમીરભાઈ, લાલજીભાઈ વિગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ
રીપોર્ટ રાજુભાઈ બગડા ધોરાજી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *