
ઓકસીજનની સુવિધા થી સજજ પ્રાથમિક સારવાર ની કીટ સાથે કોરોના ના દર્દી ઓને મદદ રુપ
માંડવી: મસ્કા એન્કર વાલા કોવીડ હોસ્પીટલ ખાતે અવિરત સેવાયજ્ઞ ચાલુ છે ત્યારે મસ્કા સરપંચ યુવા ભાજપ પ્રમુખ કિર્તી ગોર પણ નમો સેવા કેન્દ્ર અને સ્મશાન ખાતે કોરોના દર્દી ઓની અંતિમવિધી નું કાર્ય પણ એમની ટીમ દ્વારા થઈ રહ્યું છે. કોરોના દર્દી ઓ માટે કિર્તી ગોરે પોતાની કારને એમબયુલનસ બનાવી ઓકસીજનની સુવિધા સાથે ડો.મૃગેશ બારડના માર્ગદર્શન હેઠડ સેવામાં ઉપયોગ કરે છે.જેમાં માવજી પટેલ રાહુલ મોતા, કાંતિ મહેશ્વરી,બિપીન સોમૈયા,સુલેમાન સુમરા,ધીરજ મહેશ્વરી સહિત યુવાનો કાર્યરત છે. એન્કર વાલા હોસ્પીટલના ડો.મૃગેશ બારડ પણ પોતાની અમુલ્ય સેવા આપી કોરોના દર્દી ઓ માટે નેક્ષટ ગોડની ભુમીકા અદા કરી રહયા છે. તેમની સેવાને પણ કિર્તી ગોરે બીરદાવી હતી.