ચોટીલા ચામુંડા માતાજી નો ડુંગર અદ્ભુત પ્રકૃતિ થી ખીલી ઉઠ્યો

ચોટીલા ચામુંડા માતાજીનો ડુંગર બે મહિના અગાઉ જ લીલોછમ થઈ જતાં પ્રકૃતિ સારો તરફ થી ખીલી ઉઠ્તા પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદની લાગણીઓ જોવાં મળી હતી..

દર વર્ષે મે મહિનામાં કાળજાળ ગરમીના કારણે માતાજી નો ડુંગર કાળો ભમ્મર દેખાતો હોય છે. માંડ ગણ્યાં ગાઠ્યા વૃક્ષો જ લીલા હોય છે. પરંતુ આ વર્ષે કમોસમી વરસાદ તથા તૌકાતે વાવાઝોડાના કારણે પડેલા કમોસમી વરસાદના કારણે ચામુંડા માતાજીનો ડુંગર જુલાઈને બદલે મે મહિનામાં જ બે મહિના અગાઉ જ લીલોછમ થઈ ગયો છે તે દરમિયાન સામાન્ય રીતે દર વર્ષે ગુજરાતમાં ૧૫ થી ૨૦ જૂન દરમિયાન ચોમાસાની શરૂઆત થતી હોય છે. બે ત્રણ સારા વરસાદ થયા પછી એકાદ મહિના બાદ એટલે કે ૨૦ થી ૩૦ જુલાઈ આસપાસ ચામુંડા માતાજીના ડુંગરાની વનરાઈઓ લીલી ઘનઘોર થતી હોય છે. પરંતુ આ વર્ષે ૨૫ એપ્રિલ દરમિયાન ત્રણ-ચાર દિવસ કમોસમી વરસાદ પડ્યો ત્યાર બાદ ૧૮ મેં દરમિયાન તૌકાતે વાવાઝોડાના કારણે કમોસમી ૪-૫ દિવસ વરસાદ પડ્યો પરિણા મે ડુંગર આશરે બે મહિના પહેલા જ લીલોછમ થઈ ગયો છે. પરન્તુ હાલ કોરોના જેવી મહામારી ના કારણે માતાજી નું મંદિર માઈ ભગતો માટે દર્શન કરવાં માટે ડુંગર ટ્રસ્ટ દ્વારા બંધ રખાયું છે

અહેવાલ..લઘુભાઈ ધાધલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *