આહવામાં સ્વૈચ્છિક લોકડાઉનના ધજાગરા

ડાંગ જીલ્લામાં થોડા સમયથી કોરોનાના કેસ ભલે ઓછા થયા હોય પણ મ્યુકોરાઈસીસ નાં એક કેસ પછી સજાગ થવાના બદલે ડાંગની જનતા ખુલ્લેઆમ માસ્ક વિના,સોશિયલડીસ્ટીંગ નો નિયમનો ખુલ્લેઆમ ભંગ કરી રહી છે,સરકારી તંત્ર ફક્ત ગાડીમાં માઇક પર સુચના આપતી ફરી રહી છે,રસ્તા પર ફરતી તથા બજારમાં ખરીદી કરવા આવેલ જનતા એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખી રહી છે એવુ લાગે છે સરકારી તંત્ર ફક્ત વાહન પર મુસાફિર કરતી જનતા પાસે દંડ વસુલી રહી છે જ્યારે બજારમા ભીડ ખુલ્લેઆમ ફરી રહી છે,કોરોનાની બીજી લહેરએ સઘળુ તહેસમહેસ કરી સામાન્ય જનજીવન પર અસર કરી હતી, જેમતેમ થોડીક રાહત મળતા વેપારીઓ તથા જનતા ભરપુર ગેરફાયદા ઉઠાવી રહી છે, આહવાનાં સંરપંચ દ્વારા લોકજાગૃતી કરીને તથા કોરોનાકાળમાં ઘણી સહાય કરીને સરાહનિય કામગીરી કરવામાં આવી છે, કોરોનાની ત્રીજી લહેર વધુ લોકોને અસરગ્રસ્ત ન કરે માટે સરપંચ દ્વારા સહુ વેપારી તથા જનતા ના હિત માટે સ્વૈચ્છીક લોકડાઉન સવારે 6:00 થી બપોર 3:00 સુધી રાખવામાં આવેલ છે,જેનો અમુક વેપારીવગઁ દ્વારા ખુલ્લેઆમ ધજાગરા ઉડાવી સ્વૈચ્છિક લોકડાઉન,માસ્ક,સોશિયલડીસ્ટન્સ જાળવવામાં ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે,જો આવી રીતે જ નિયમોનાં ધજાગરા થશે તો ડાંગને ત્રિજા લહેરની જાનમાલની નુકશાની બચવાની ફક્ત ઉમ્મિદ લગાવી શકાય બાકી પરીણામ ની આશા ઠગારી નિવડી શકે એમાં કોઇ બેમત નથી.

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *