ગુજરાત સરકારશ્રીની “સુજલામ સુફલામ યોજના” અંતર્ગત ભુજ વિધાનસભા વિસ્તારમાં આવતાં ગામોમાં તળાવો ઊંડા કરવાનું કાર્ય પુરજોશમાં

ગુજરાત સરકારશ્રીની “સુજલામ સુફલામ યોજના” અંતર્ગત ભુજ વિધાનસભા વિસ્તારમાં આવતાં ગામોમાં તળાવો ઊંડા કરવાનું કાર્ય પુરજોશમાં ચાલુ છે. જેમાં ભુજ મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી ડો.નિમાબેન આચાર્યએ ભુજ તાલુકાના કુનરીયા, ઢોરી, સુમરાસર શેખ તથા કોટાય ગામોનો પ્રવાસ કરી “સુજલામ સુફલામ યોજના” અંતર્ગત તળાવોના ખાતમુહૂર્ત કર્યા હતાં તેમજ ચાલતા કામોની મુલાકાત લીધેલ હતી.

               આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભુજ તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન ભંડેરી, ભુજ તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ શ્રી હરીશભાઈ ભંડેરી, કચ્છ જિલ્લા ભાજપા ના પૂર્વ મંત્રી શ્રી હિતેશભાઈ ખંડોર, કચ્છ જિલ્લા પંચાયત ના સદસ્ય શ્રી દામજીભાઈ ચાડ, ભુજ તાલુકા પંચાયત ના સદસ્ય શ્રી લક્ષ્મણભાઈ બત્તા, ભુજ તાલુકા ભાજપા ના ઉપાધ્યક્ષ શ્રી હરિભાઈ ગાગલ, કુનરીયા ગામના સરપંચ શ્રી સુરેશભાઈ છાંગા, ઢોરી ગામના સરપંચ શ્રી ગોપાલભાઈ ગાગલ, સુમરાસર શેખ ગામના સરપંચ શ્રી ભીમજીભાઈ ચાડ તેમજ કોટાય ગામના સરપંચ શ્રી વાલજીભાઈ ચાડ ઉપસ્થિત રહ્યા હતા.

              ધારાસભ્ય શ્રીમતી ડો.નિમાબેન આચાર્યએ ઢોરી સી.એચ.સી. સેન્ટરની મુલકાત લીધેલ હતી તેમજ કુનરીયા ગામના સરપંચ શ્રી સુરેશભાઈ છાંગા દ્વારા સી.એચ.સી. સેન્ટરને એ.સી. નંગ-૦૨ કોવીડ વિભાગને અર્પણ કરવામાં આવ્યા હતાં.

             હોડકો મુકામે શ્રોફ ફાઉન્ડેશન દ્વારા ચાલતી શારદા હોસ્પિટલની મુલાકાત લીધેલ હતી. જેમાં શ્રીમતી પ્રીતિબેન શ્રોફ દ્વારા શ્રોફ ફાઉન્ડેશન દ્વારા ચાલતી વિવિધ આરોગ્ય સેવાની માહિતી આપી હતી. ધારાસભ્ય શ્રીમતી ડો.નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, ભુજ તાલુકાના વિવિધ ગામોમાં “સુજલામ સુફલામ યોજના” અંતર્ગત તળાવો ઊંડા કરવાની કામગીરી ઝડપભેર પુરજોશથી થઇ રહી છે. જેના કારણે ચોમાસામાં વધારે પાણીનો સંગ્રહ થવાથી ખૂબજ મોટી કામગીરી થશે અને વધુમાં જણાવ્યું હતું કે, વિવિધ સી.એચ.સી. તથા પી.એચ.સી. સેન્ટરોમાં રૂબરૂ મુલાકાત લઇ અને વ્યવસ્થા નિહાળી રહ્યા છીએ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *