ફેક્ટરી, મેન્યુફ્રેક્ચરીંગ યુનિટ પર વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં સ્પેશ્યલ ટીબી સ્ક્રીનીંગ કેમ્પ

આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિરમગામ તાલુકામાં એક્ટીવ ટીબી કેસ ફાઇન્ડીંગ સર્વેલન્સ હાથ ધરાયુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :       અમદાવાદ જીલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શૈલેશ પરમાર અને જિલ્લા ક્ષય અધિકારી દિક્ષીત કાપડીયાના માર્ગદર્શન મુજબ ફેક્ટરી, મેન્યુફ્રેક્ટરીંગ યુનિટ, વર્કશોપ જેવી જગ્યાઓઓ વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જિલ્લામાં સ્પેશ્યલ ટીબી સ્ક્રિનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જે અંતર્ગત વિરમગામના હાંસલપુર જીઆઇડીસી વિસ્તારમાં ટીબી સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિરમગામ તાલુકાના કરકથલ, કુમરખાણ, મણીપુરા, ગોરૈયા, વાંસવા, યુએચસી વિરમગામના સેવા વિસ્તારમાં એક્ટીવ ટીબી કેસ ફાઇન્ડીંગ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યુ છે તેમ તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ.

     હાંસલપુર જીઆઇડીસી ખાતે સ્પેશ્યલ ટીબી સ્કીનીંગ કેમ્પ યોજાયો અને કમ્પનીમાં કામ કરતા કર્મચારીઓના આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા. તાઉતે વાવાઝોડા બાદ વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે જીઆઇડીસી વિસ્તારમાં રાષ્ટ્રીય વાહજકન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. તેમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયાના મેડીકલ ઓફિસર ડો.સંગીતા પટણીએ જણાવ્યુ હતુ. 

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM