પવિત્ર યાત્રાધામ શામળાજીમાં મંદિર માં દશૅન કરવા ભક્તો ઉમટ્યાકોરોના મહામારીમાં કારણે ભગવાન શામળીયાના દરવાજા બંધ છે

અરવલ્લી ભક્તો એ મંદિર નાં દરવાજા બહાર થીં શિખર પર ધ્વજ વંદન કરીને આશીર્વાદ મેળવ્યાઆજરોજ વૈશાખ સુદ પૂનમ નાં રોજ ભગવાન શામળીયાના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ ભક્તો કાળીયા ઠાકોરના દર્શને આવ્યા હતા વર્ષો થી પુનમ ભરતાં ભક્તો પુનમના દિવસે અવશ્ય દશૅન માટે આવે છે કોરોના મહામારીને કારણે સરકારની ગાઈડ લાઈન મુજબ મંદિર 30.05.21 સુધી બંધ છે મંદિર નાં બધાં જ દરવાજા બંધ હતા મોટીસંખ્યામાં ભક્તો એ દરવાજા બહાર ઉભા રહી મંદિર નાં શિખર પર ધ્વજ ને વંદન કરીને આશીર્વાદ મેળવ્યા હતા ભગવાન શામળીયાના સન્મુખ દર્શન તો નાં કરી શક્યા પરંતુ ધ્વજ નાં દશૅન કરી મંદિર નાં દરવાજા બહાર શીશ ઝુકાવ્યું હતું અને ભગવાન નાં આશીર્વાદ મેળવ્યા હતા બંધ દરવાજો ભગવાન શામળીયાને પુજા વિધી તથા આરતી કરવામાં આવે છે 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *