વધુ એક પોલીસકર્મીને કોરોના ભરખી ગયો,ઇસરી ASI ભાથીજી હેમાજીનું નિધન, પોલીસબેડામાં શોકનો માહોલ

      અરવલ્લી જીલ્લામાં કોરોનાની બીજી લહેર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ જીવલેણ સાબીત થઇ રહી છે જીલ્લામાં કોરોના સંક્રમણ ધીરે ધીરે ઘટી રહ્યું છે પરંતુ કોરોનાથી થતા મોતનો આંક હજુ કાબુ બહાર હોય તેમ સતત કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત નીપજી રહ્યા છે જીલ્લા પોલીસતંત્ર માટે કોરોના સતત બીજા દિવસે કાળમુખો સાબીત થયો હતો ઇસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભાથીજી હેમાજી કોરોના સામે લાંબી લડત પછી જંગ હારી જતા પોલીસબેડામાં ભારે શોકની લાગણી છવાઈ હતી તેમના નિધનના સમાચારને લઇને જિલ્લા પૉલિસ વડા સંજય ખરાતે તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી તો ઇસરી પોલીસે બે મિનિટનું મૌન પાડી ભાથીજી હેમાજીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.             
    અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસોથી કોરોનાનું સંક્રમણ ઘટયું છે. પરંતુ આ રાહતના સમાચાર વચ્ચે જ ઇસરી પોલીસ સ્ટેશનના એએસઆઈ ભાથીજી હેમાજી કોરોનાનો જંગ હારી જતાં અવસાન નીપજયું હતું. જીલ્લા પોલીસ તંત્રમાં કોન્સ્ટેબલ,રાઈટર અને એએસઆઈ રેન્કમાં ફરજ બજાવનાર અને છેલ્લા કેટલાક વર્ષોથી ઇસરી પોલીસ સ્ટેશનમાં  ફરજ બજાવતાં આ કોરોના વોરીયર્સ પોલીસ કર્મીના અવસાન થી તેમના મેઘરજ નજીક આવેલા બેડજ ગામ સહીત સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી અરવલ્લી પોલીસ બેડામાં ઘેરો શોક છવાયો હતો અને જિલ્લા પોલીસવડા સંજય ખરાત સહિત પોલીસ અધિકારીઓ, કર્મીઓ એ સદ્દગતને શ્રધ્ધાંજલી અર્પી હતી. અરવલ્લી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩૬ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જયારે જુદીજુદી કોવીડ-૧૯ હોસ્પિટલોમાં થી ૮૧ દર્દીઓને રજા અપાઈ હતી. હાલ જિલ્લામાં ૭૮૫ દર્દીઓ જુદીજુદી હોસ્પિટલોમાં સારવાર મેળવી રહયા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *