કોરોના પીક તેમજ બીજા દરદીઓ હેરાન અને મશીન એટલુ જુનુ કે પાર્ટ પણ મળતા નથી….!!?? મસમોટી મીટીંગોમા અત્યાર સુધીકોઇ બોલ્યુ ય નહી કોઇએ પુછ્યુ પણ નહી
જામનગર ( ભરત ભોગાયતા)
સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જીજીજીએચમાં અઢી મહીનાથી MRI મશીન બંધ છે અને ધારાસભ્ય વિક્રમ માડમ ની ઉપવાસ ની ચીમકી પછી હવે આવશે નવુ.મશીન ….પરંતુ તે ક્યારે?? એના કોઇ અણસાર નથી
કોરોના પીક જતો રહ્યો ત્યા સુધીમસ મોટી મીટીંગોમા પણ કોઇ બોલ્યુ નહી કોઇ એ પુછ્યુ પનહી તેમજ કોરોના સિવાય બીજા દરદીઓ હેરાન થયા અને બીજી તરફ મશીન એટલુ જુનુ કે પાર્ટ પણ મળતા નથી….!!??
આ અંગેની સરકારી યાદી મુજબજી.જી. હોસ્પિટલ જામનગર ખાતેના ગુરુ ગોબિંદસિંધ સરકારી હોસ્પિટલ રેડિયોલોજી વિભાગમાં રહેલ એમ.આર.આઈ. મશીન તા. ૧૬/૦૩/૨૦૨૧ નાં રોજ યાંત્રિક કારણોસર બંધ પડી ગયેલ.જે બાદમાં હોસ્પિટલ તંત્ર દ્વારા મશીન ઉપલબ્ધ કરાવતી કમ્પનીના એજીનીયર પાસે આ મશીન ચેક કરાવવામાં આવેલ.ત્યારે એન્જીનીયર દ્વારા જણાવ્યા મુજબ એમ.આર.આઈ. મશીન જુનું હોય કમ્પની દ્વારા હાલ મશીન માટેના કોમ્યુટર સોફ્ટવેરને લગતા પાર્ટ્સ હવે કંપની ઉપલબ્ધ કરાવી શકે તેમ નથી તેમજ મશીન બંધ પડેલ હોય તેને પુનઃ કાર્યરત કરવા અંગેની કંપની જવાબદારી લેતી નથી. આથી હોસ્પિટલ દ્વારા નવું એમ.આર.આઈ મશીન કે જેની અંદાજીત કિંમત રૂ.૧૮ / – કરોડ જેટલી થાય છે તે ખરીદ કરીને જી.જી. હોસ્પિટલ ને ફાળવવા અંગેની આરોગ્ય વિભાગમાં દરખાસ્ત કરવામાં આવેલ છે.અત્રે સુવિદિત છે કે આ પ્રકારની ખરીદી માટે સરકારમાં એક નિશ્ચિત પ્રક્રિયા અનુસરવાની રહે છે. હાલ જામનગરની ગુરુ ગોબિંદસિંધ સરકારી હોસ્પિટલમાં સદરહુ નવું એમ.આર.આઈ મશીન ફાળવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તે પૂર્ણ થયે જેમ બને તેમ ઝડપથી જામનગરને નવું એમ.આર.આઈ.મશીન ફાળવી આપવામાં આવશે. આ દરમિયાન હોસ્પીટલમાં દાખલ થતા દર્દીઓ કે સારવાર માટે આવતા દર્દીઓને એમ.આર.આઈ કરવાની જરૂરત પડે તેવા સંજોગોમાં દર્દીઓને કોઈ હાલાકી ન પડે તે માટે હોસ્પિટલ અને મેં.વિઝન એમ.આર.આઈ. સેન્ટર , જામનગર વચ્ચે એમ.ઓ.યુ કરવામાં આવ્યું છે.જે રીતે હોસ્પિટલ બિલ્ડીંગ માં એમ.આર.આઈ. થતું હતું તે જ રીતે હાલ મેં.વિઝન એમ.આર.આઈ. સેન્ટર , જામનગર ખાતે થઈ રહ્યું છે.જેનો દર્દીઓ લાભ લઇ શકશે

