અમદાવાદના યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં ડી.આર.ડી.ઓ. દ્વારા નિર્મિત ધન્વન્તરી કોવિડ હોસ્પિટલ ખાતે “પોસ્ટ કોવીડ કેર વોર્ડ” (કોવીડ બાદની કાળજી માટેનો અલાયદો વોર્ડ) કાર્યરત કરવામાં આવ્યો છે.
પોસ્ટ કોવીડ કેર વોર્ડમાં એવા દર્દીઓને દાખલ કરવામાં આવે છે જેમનો કોવીડ રિપોર્ટ નેગેટીવ આવ્યો હોય પરંતુ શ્વસનતંત્ર અને ઓક્સિજનની સંબંધિત સમસ્યાઓ હોય.
આ સમસ્યાનો સામનો કરતા દર્દીઓ પ્રવેશ માટે ધન્વન્તરી કોવીડ હોસ્પિટલ ખાતેના રજિસ્ટ્રેશન ડેસ્ક પર નોંધણી કરાવી શકે છે.


