આડત્રીસ વરસના સ્થાનકવાસી જૈન સાધ્વીજી કલાકો બાદ પરત ફર્યા

સવારના કુદરતી હાજતે જતા હતા ત્યારે કોઈ ઈસમો તેમની પાછળ પીછો કરતા હોવાના આભાસથી સ્વ રક્ષણ માટે નદીના કિનારે છુપાઈ ગયા હતા ને પરત ફર્યા હતા.પોલીસે તમામ તપાસ હાથ ધરી લોકોએ રાહતનો દમ લીધો

હિંમતનગર થી ઉદેપુર તરફ વિહાર કરવા પદયાત્રા કરી નીકળેલા આડત્રીસ વરસના જૈન સાધ્વીજી ભિલોડા તાલુકાના સુનોખ પાસે ના એક સ્કૂલ નો આશ્રય તેમનાં અન્યસાધ્વીજીઓ સાથે આરામ કરતા હતા અને સવારના આશરે ચાર વાગ્યા ના સુમારે જ્યાં રોકાણ કરેલ તે મકાન પાછળ ના ભાગે કુદરતી હાજતે ગયા હતા પરંતુ સમય વિતવા છતાંય પરત નહીં ફરતા તેમની સાથે રહેલા અન્ય સાધ્વીજી ઓ અને કેટલાક લોકોએ શોધખોળ આદરી હતી પરંતુ સાધ્વીજી નથી કોઈજ પત્તો નહી લાગતા આખરે જૈન સમાજ ના હિંમતનગર એક સેવક દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી પોલીસે ડોગ સ્કોરડ ની મદદ લઇ તપાસ હાથ ધરી હતી જાણવા મળ્યા મુજબ ગાંધીનગર થી પણ સાધ્વીજી ને શોધવા માટે ની સૂચના મળી હતું સાધ્વીજી આજે તા અગીયારમી જૂને એકાએક સાધ્વીજી સુનોખ નજીક આવેલા ગડાદાર કંપા માં એક વ્યક્તિ ના ઘરે થી પરત ફરતા તેઓ સવારે કુદરતી હાજતે ગયા હતા ત્યારે કોઈ એમની પાછળ પડ્યું હતું એવો ભાસ કે આભાસ થતાં સીધા નથી કિનારે જતા રહ્યા હતા અને કલાકો પછી અહીં પરત નહિ ફરતા પોલીસે સાધ્વીજી નું પુરૂ નિવેદન જાણી સ્વ રક્ષણ માટે સતત દશેક કલાક સુધી નદી કિનારે છુપાઈ ગયા હતા ને આજે પરત ફર્યા હતા.પોલીસે સાધ્વીજી ને સાથે રાખીને ગુમ થયેલી પરત આવ્યા ત્યા સુધીની સંપૂર્ણ તપાસ કરવાની તજવીજ હાથ ધરી છે સાધ્વીજી હેમખેમ પરત આવી જતાં અન્ય સાધ્વીજીઓ જૈન સમુદાયના તેમના શિષ્ય સમુદાય અને ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *