રૂ.૭૬૧ લાખના ખર્ચે તૈયાર થનાર નવસારી જિલ્લાના વાંસદા તાલુકા તથા સુરત જિલ્લાના મહુવા તાલુકાને જાડતા રસ્તાનું ખાતમુહૂર્ત કરતાં વનમંત્રી શ્રી ગણપતસિંહ વસાવા

વસારી જિલ્લાના વાંસદા તાલુકાના લીમઝર તથા સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ગામને જાડતો ખૂબ જ અગત્યનો ૧૫ કિ.મી.લંબાઇના રસ્તાનું ખાતમુહૂર્ત કાર્યક્રમ કંડોલપાડા-વાંસદા ખાતે આદિજાતિ વિકાસ, વન વિભાગના મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે વનમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાઍ જણાવ્યું હતું કે,  સુરત જિલ્લાના મહુવા તાલુકા તથા વાંસદા તાલુકાને જાડતો રસ્તો આદિવાસી વિસ્તારના લોકો માટે  જીવાદોરી સમાન છે. રૂ.૭૬૧ લાખના ખર્ચે તૈયાર થનાર આ રસ્તો ૩.૭૫ પહોળાઇમાંથી ૫.૫૦ મીટર પહોળો કરવામાં આવશે. જેનાથી આજુબાજુના ગ્રામજનો માટે આ રસ્તો ખૂબ જ ઉપયોગી થશે. રસ્તાનું કામ સમયસર પૂર્ણ થાય અને ખૂબ સારી ગુણવત્તાસભર બને તે માટે જરૂરી સૂચના આપી હતી. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીમાંથી પસાર થઇ રહયાં છે ત્યારે રાજયના આરોગ્ય વિભાગ વહીવટીતંત્રના સહયોગથી રાત-દિવસ ઍક કરીને કામગીરી કરી હતી. ગુજરાત રાજય કોરોના મુકત બને તે માટે સહિયારા પ્રયત્નથી આગળ વધી રહયાં છે. કોરોના કાળમાં સેવા આપનાર તમામને મંત્રીશ્રીઍ બિરદાવ્યા હતાં.    

  આ પ્રસંગે વલસાડના સાંસદ ડો. કે.સી.પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સુરત જિલ્લા તથા નવસારી જિલ્લાના ગામને જાડતો  આ રસ્તો લોકોને અવર-જવર માટે ખૂબ જ મહત્વનો બની રહેશે. ખેડૂતોને ખેત ઉત્પાદક ચીજવસ્તુઅો માર્કેટમાં લાવવા-લઇ જવા સરળતા રહેશે.  આ પ્રસંગે ચીખલીના ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. વાંસદાના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીઍ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.  આ રસ્તો બનવાથી સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ, વાંસદા તાલુકાના રૂપવેલ, સીંગાડ, કંડોલપાડા, ઢોલુમ્બર, કાંટસવેલ, દુબળફળિયા, લીમઝર તથા આજુબાજુના ગામના લોકોને તેમજ સુરખાઇ-અનાવલ-ભીનાર રોડ, બીલીમોરા-ચીખલી-વાંસદા-વઘઇ રોડ, ચીખલી-ફડવેલ-ઢોલુમ્બર-લીમઝર-ઉમરકુઇ રોડ ઍમ ત્રણ સ્ટેટ હાઇવેને જાડે છે.   આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી સુમિત્રાબેન પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રીમતી દિપાબેન પટેલ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહ, શાસકપ્‍ક્ષના નેતા શ્રી શિવેન્‍દ્રસિંહ સોલંકી, નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પ્રશસ્તિ પારીક સહિત અધિકારીઅો, ગ્રામ અગ્રણીઅો ઉપસ્થિત રહયાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *