ગીર સોમનાથ જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક યોજાઈ

ગીર સોમનાથ જિલ્લાના ૧૯ ગામોને પાણી પુરૂ પાડવા માટે રૂા.૨૧૭.૪૫ લાખ મંજુર

ગીર-સોમનાથ જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન, ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજઈ હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ૧૯ ગામોને પાણી પુરૂ પાડવા માટે અંદાજીત રૂા. ૨૧૭.૪૫ લાખની વહીવટી મંજુરી આપવામાં આવી હતી.

  વેરાવળ તાલુકાના મોરાજ માટે રૂા.૩.૦૬ લાખ, ખેરાળી માટે રૂા.૬.૩૯ લાખ, ઉકડીયા માટે રૂા.૪.૮૫, ખંઢેરી માટે રૂા.૬.૬૨, ઉના તાલુકાના પસવાડા માટે રૂા.૧૨.૯૬ લાખ, ખાણ માટે રૂા.૪.૪૬ લાખ, પાણખાણ માટે રૂા.૧.૮૮ લાખ, લેરકા માટે રૂા.૨.૨૩ લાખ, કાણેકબરડા રૂા.૧.૫૯ લાખ, ગીરગઢડા તાલુકાના વડલી માટે રૂા.૧૬.૬૮ લાખ, નીતલી માટે રૂા.૧૪.૨૯ લાખ, આકોલાલી રૂા.૧૪.૮૭, દ્રોણ માટે રૂા.૧૧.૨૧ લાખ, સુત્રાપાડા તાલુકાના ટીંબડી માટે રૂા.૪.૮૩ લાખ, વિરોદર માટે રૂા.૧.૯૧ લાખ, તાલુકાના પીપળવા માટે રૂા.૨૧.૪૯ લાખ, તાલાળા તાલુકાના ભીમદેવળ માટે રૂા.૧૧.૯૨ લાખ, ભોજદે માટે રૂા.૨૪.૯૦ લાખ અને મોરૂકા માટે રૂા.૫૧.૩૧ લાખના પીવાના પાણીના કામો માટે વહીવટી મંજુરી આપવામાં આવી છે. તેમજ ૧૮૨૪ ઘરોમાં નળ કનેકશન આપવામાં આવશે.

   આ પ્રસંગે કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠા બોર્ડ વેરાવળના એન.એચ.રાઠોડ, યુનિટ મેનેજર વાસ્મો શ્રી વી.એન.મેવાડા, જિલ્લા સંયોજક વાસ્મો ગીર સોમનાથના શ્રી અલ્કા મકવાણા, નાયબ મેનેજર શ્રી એમ.બી.બલવા અને આર.એસ.ખાંભલા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM