કચ્છના વિકાસમાં ગુજરાત સરકાર કોઈ કસર છોડશે નહીં -મુખ્યમંત્રીશ્રી રૂપાણી

  •      રાજ્યના સર્વાંગી વિકાસ માટે પાણી મહત્વનું પરિબળ છે – પાણી વિના વિકાસ શક્ય નથી

•      કચ્છને સિંચાઈ અને પીવાનું પાણી મળે રહે તે માટે રાજ્ય સરકારે રૂા. ૩૪૭૫ કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે

•     ઝડપી પ્રક્રિયા કરીને વર્ષ ૨૦૨૨ની શરૂઆતમાં આ કામોનો પ્રારંભ કરાશે

•  આગામી સમયમાં કચ્છમાં પાણીનો દુષ્કાળ ભૂતકાળ બનશેઃ હિઝરત અટકશે

•   કોંગ્રેસની સરકારે સાત-સાત વર્ષ સુધી નર્મદા ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી નહીં આપી ને કચ્છને સૌથી વધુ અન્યાય કર્યો છે

•      તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રની કોંગ્રેસ સરકાર સામે નર્મદા ડેમ માટે ઉપવાસ કર્યા જેથી આજે ગુજરાતના ગામો નર્મદાના જળથી નવપલ્લવિત થયા છે

•     અંદાજે ૫૫૦ કિ.મી. લાંબી પાઈપલાઈન દ્વારા કચ્છના છેવાડાના ગામો સુધી નર્મદાનું પાણી પહોંચાડ્યું

•   કચ્છીઓના નવા વર્ષ અષાઢી બીજની કચ્છીઓને નર્મદાના પાણીની અમૂલ ભેટ

કચ્છ જિલ્લાને એક મિલિયન એકર ફૂટ પાણી આપવાના નિર્ણય બદલ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનું અભિવાદન કરતાં કચ્છના અગ્રણીઓ-ખેડૂતો

આપણા કચ્છને નર્મદાનું પાણી પહોંચાડવું એટલે એવરેસ્ટ સર કરવા જેટલું અઘરું કામ અમારી સરકારે કર્યું છે – નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ

અભિવાદન સમારોહમાં ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી શ્રી વાસણભાઈ આહિર, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છના ધારાસભ્યશ્રીઓ, કચ્છના તમામ તાલુકાઓના અગ્રણીઓ, ભાજપના હોદ્દેદારો, ખેડૂતો સહિત આગેવાનોએ ઉપસ્થિત રહીને મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *