ડૉ. લોગનાથન મુરુગને માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરની ઉપસ્થિતિમાં ડૉ. લોગનાથન મુરુગને આજે માહિતી અને પ્રસારણ મંત્રાલયના રાજ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો.

આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતાં ડૉ. મુરુગને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને તેમને માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી તરીકેની તક આપવા બદલ આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે તેઓ નિષ્ઠાપૂર્વક તેમની ફરજો નિભાવશે. રાજ્યમંત્રીએ પ્રધાનમંત્રીનો તેમના મંત્રીમંડળમાં તમિલનાડુના લોકોનું પૂરતું પ્રતિનિધિત્વ આપવા બદલ આભાર માન્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *