દૂધ સાગર ડેરી દ્વારા તૈયાર કરવામાં આવેલ ઓક્સિજન પ્લાન્ટનું સાંઇ ક્રિષ્ના હોસ્પિટલ મહેસાણા ખાતે લોકાર્પણ રાજયના નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ ના હસ્તે કરવામાં આવ્યું . દેશમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાને રાખતા આ ઓક્સિજન પ્લાન્ટ સ્થાનિક લોકો માટે ઉપયોગી નીવડશે. રાજય સરકાર અને કેન્દ્ર સરકાર પણ કોરોનાની ત્રીજી લહેર પહેલા અગમચેતીના ભાગ રૂપે તૈયારી કરી રહી છે.
ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે રાજયના નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ,પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રીશ્રી રંજનીભાઇ પટેલ, મહેસાણાના સાસંદશ્રી શારદાબેન પટેલ,દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાીઇ ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા- રિપોર્ટ ડેવિડ પટેલ- મહેસાણા






