શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ મધ્યે આગામી તા.૧૪ જુલાઈ થી રાહતદરે દંતવિભાગ અને હોમિયોપેથીક વિભાગ પુન: શરૂ કરવામાં આવશે.

શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ સંચાલીત શ્રી રતનશી ટોકરશી વોરો મેડીકલ ચેકઅપ સેન્ટર,જી.ઈ.બી. હેડ ઓફિસની સામે, હોસ્પિટલ રોડ, ભુજ મધ્યે સંસ્થાના અધ્યક્ષ શ્રી તારાચંદભાઈ છેડાના જન્મદિવસ પ્નસંગે આગામી તા.૧૪/૭/ર૦ર૧ને બુધવારે સવારે ૧૦:૦૦ વાગ્યા સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓના વરદ્ હસ્તે દીપ પાગ્ટય કરી રાહત દરે દંતવિભાગ અને હોમિયોપેથીક વિભાગ અને મેડીકલ વિભાગ પુન: રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. આ વિશે સંસ્થાના અધ્યક્ષ શ્રી તારાચંદભાઈ છેડાએ જણાવ્યુ હતુ કે છેલ્લા ૧.પ વરસથી કોરોના મહાબિમારીના કારણે મેડીકલ વિભાગ બંધ કરવામાં આવ્યુ હતુ. જે હવે કોરોના બિમારીના ધટતા સંક્રમણને ધ્યાને લઈ મેડીકલ વિભાગ રાબેતા મુજબ પુન: ચાલુ કરવામાં આવશે. જેમાં હોમિયોપેથીક વિભાગમાં ડૉ. અશોકભાઈ ત્રિવેદી (બી.એચ.એમ.એસ.) સોમ થી શનિ સાંજે ૪ થી પ પોતાની સેવા રાહત દરે આપશે. જયારે દંત વિભાગમાં ડૉ. ફાલ્ગુનીબેન મહેતા (દંતરોગ નિષ્ણાંત) સોમ થી શનિ સવારે ૯ થી ૧ર અને ડૉ. સુમનબેન શાહ (દંતરોગ નિષ્ણાંત) સોમ થી શનિ સાંજે ૪ થી ૬ પોતાની સેવા રાહત દરે આપશે.દંત વિભાગમાં દાંતના રોગની તમામ પ્નકારની સારવાર રાહતદરે કરી આપવામાં આવશે. આ રાહતદરે દંતવિભાગ અને હોમિયોપેથીક ઓ.પી.ડી.નો જરૂરતમંદ દર્દીઓએ લાભ લેવા અનુરોધ કરયો હતો.હાલમાં ચાલી રહેલી કોરોના બિમારીના અનુસંધાને સરકારશ્રીની કવીડ ૧૯ ના નિયમોનું ફરજીયાત પાલન કરવાનું રહેશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *