માળીયા (મીં) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો સાકરતુલા કરાયો

રિપોર્ટ:- સંદીપ વ્યાસ (મોરબી)

મોરબી જિલ્લા ભાજપ પ્રેરિત અને રાજકોટના ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા આયોજિત મોરબી – માળીયા (મીં) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો સાકરતુલાનો કાર્યક્રમ મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ પ્રખ્યાત મંદિર એવા ધક્કાવાળી મેલડીમાંના મંદિરે યોજાયો હતો.
આ તકે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, નગરપાલિકાના પ્રમુખ કે.કે.પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાંસદડિયા, યુવા ભાજપની ટીમ, યુવા આઈ.ટી. ની ટીમ, અનુસુચિત જાતિ મોરચાની ટીમ, પ્રદેશ ભાજપના સભ્ય અનિલભાઈ મહેતા, બ્રહ્મ સમાજના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે કોટડા સાંગાણી તાલુકા ભાજપના હોદેદારો સહિત લાખાભાઇ સાગઠિયા સાથે અનેક અગ્રણીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. શ્રી મેલડીમાંના મંદિર પાસે ટ્રાફિકને લીધે અકસ્માતનું જોખમ રહેતું હોય સ્પીડ બ્રેકરની માંગણી કરવામાં આવેલી હતી જેને નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા દ્વારા ગ્રાહ્ય રાખવામા આવી હતી. મંદિરના મહંત સહિતના ટ્રસ્ટીઓએ પણ ધારાસભ્યનું સન્માન કર્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *